નિર્દેશક અને નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલ ચોપરાનું નિધન થયું છે. તેમણે ગુરુવારે સવારે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
Advertisement
Advertisement
યશ રાજ ફિલ્મ્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, “ભારે હૃદય સાથે ચોપરા પરિવાર તમને જણાવે છે કે પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. અમે તમારી પ્રાર્થના માટે તમારો આભાર માનીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે આ દુઃખના સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરશો.”
પામેલા ચોપરા છેલ્લે નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળી હતી.
તે એક ગાયિકા પણ હતી અને તેણે યશ રાજ બેનરની ઘણી ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.
Advertisement