સલમાન ખાને એક ખાનગી ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે હત્યાની ધમકીઓને જોતા તેની સુરક્ષા વ્યવસ્થા ખરેખર કડક છે.
Advertisement
Advertisement
તેમણે એમ પણ કહ્યું કે તે પોલીસ તરફથી મળેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ‘જે થવાનું છે તે થઇને જ રહેશે.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ‘જંગલનો સિંહ’ હવે ‘પાંજરા’ સુધી સીમિત થઈ ગયો છે, તો સલમાન ખાને હસીને કહ્યું, “હા સર, રસ્તા પર સાઈકલ ચલાવવી, એકલા ક્યાંય જવું, હવે તે શક્ય નથી.”
તેમણે કહ્યું, “તેનાથી પણ વધુ, જ્યારે તમે ટ્રાફિકમાં હોવ ત્યારે આટલી મોટી સુરક્ષા, વાહનો… તે લોકોને પરેશાન કરે છે, જે તેમના ચહેરા પરથી સમજી શકાય છે. બિચારા ચાહકો…
સલમાન ખાને કબૂલ્યું હતું કે, “મને જે કરવાનું કહેવામાં આવે છે તે હું કરી રહ્યો છું. હું ખૂબ કાળજી રાખું છું.
તેમના કહેવા પ્રમાણે, હવે હું જ્યાં પણ જઈ રહ્યો છું ત્યાં પૂરી સુરક્ષા સાથે જઈ રહ્યો છું.
તેમણે કહ્યું કે હવે તેના પાસે અનેક શેરા (તેના એક બોર્ડીગાર્ડનું નામ) આવી રહ્યાં છે.
Advertisement