હજુ વૈભવી ઉપાધ્યાયના સમાચારથી કલાજગતના લોકો શોકગ્રસ્ત પરિસ્થિતિમાંથી બહાર પણ નથી આવ્યા ત્યાં અનુપમા સિરિયલના એક્ટર નિતિશ પાંડેના કાર્ડિયાક એરેસ્ટથી થયેલા નિધનથી ટી.વી. સિરિયલ ઈન્ડસ્ટ્રીઝમાં સન્નટો છવાઈ ગયો છે.
Advertisement
Advertisement
નિતિશ પાંડે એક સરળ સ્વભાવના કલાકાર હતા અને અનુપમા સિરિયલમાં ધીરજના પાત્ર તરીકે પ્રખ્યાત થયા હતા.
ગઈકાલે રાત્રે દોઢ વાગે તેમને અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા જ મુંબઈ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેમણે શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમમાં કામ કર્યું હતું. ખોસલા કા ઘોસલા, પ્યાર કા દર્દ હૈમાં કામ કર્યું હતું. પોતાના સૌમ્ય વ્યક્તિત્ત્વથી તેઓ જાણીતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં વૈભવી ઉપાધ્યાયના અચાનક થયેલા આકસ્મિક મૃત્યુથી અનેક લોકો દુઃખી જ હતા ત્યારે સવારના પહોરમાં નિતિશ પાંડેના સમાચાર મળતા પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.
Advertisement