બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાની ફિલ્મોની સાથે પોતાના વિનમ્ર સ્વભાવને લઇને પણ ઘણી ચર્ચામાં રહેતા હોય છે. આ ચર્ચામાં વધુ વિનમ્ર સ્વભાવનું ઉદાહરણ પૂરું પાડયું છે. નવપ્રીત કૌર મોડેલ શાહરૂખ ખાનને મળવા માટે મન્નત આવી હતી. જ્યાં તે શાહરૂખ ખાનના પરિવારના બધા સભ્યોને મળી હતી. મોડેલે તેના અનુભવને સોશિયલ મીડિયા પર શેક કર્યો હતો. નવનીત કૌરે પોતાના ઇન્સ્ટ્રાગામ એકાઉન્ટમાં કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી રહી છે. આ તસવીરો સાથે નવપ્રીતે લાંબી પોસ્ટ લખી છે, જેમાં જાણવ્યા મળ્યું કે, મન્નતમાં તેને કેવી મહેમાનગતિ કરવામાં આવી. નવપ્રીત કૌરે લખ્યું કે, હું આ પોસ્ટ નહીં કરું, પરંતુ યાદગાર પળ ખૂબ જ કિંમતી છે. જેને હું મારા પૂરતી જ સીમિત નથી રાખવા માંગતી. મન્નતમાં મારા જીવનના આ ખાસ દિવસ માટે હું મારી જાતને ધન્ય સમજું છું. કિંગ શાહરૂખ ખાને મારા માટે પોતાના હાથે પિત્ઝા બનાવ્યા. શાહરૂખ ખાનની ફેમિલી અને મેનેજર પૂજા ડડલાની સાથે ડાઇનિંગ ટેબલ પર સમય વીતાવ્યો હતો. પહેલા આ બધુ મને એક સપના જેવું લાગ્યું, પરંતુ જે પ્રકારે શાહરૃખ ખાને મને ટ્રીટ કરી તે શાનદાર રહ્યું. ગૌરી મેડમ ખૂબ જ પ્રેમાળ છે. અબરામ મારા નવો મિત્ર છે. આર્યન યંગ મેન સ્વીટહાર્ટ છે જ્યારે સુહાના ખાન કાતિલ અદાઓમાં વ્યસ્ત હતી. મોડલે વધુ કહ્યું કે, શાહરૃખ ખાન મને કેબ માટે ઘરની બહાર સુધી મૂકવા માટે આવ્યા. કેબ ડ્રાઇવરે તેમને જોઇને સેલ્ફી લેવાની તક ઝડપી લીધી. મને વિશ્વાસ નહતો થઇ રહ્યો કે, આ એક સપનું છે કે સાચી હકીકત છે.
Advertisement
Advertisement
Advertisement