બોલિવૂડ અભિનેત સલમાન ખાને લાંબા સમય પછી લીડ એક્ટર તરીકે ‘કિસી કા ભાઇ કિસી કી જાન‘ફિલ્મથી વાપસી કરી છે. અભિનેતાએ ફિલ્મ પઠાણમાં નાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન ૨૧ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ફિલ્મની રિલીઝ પહેલા જ ફેન્સ ઘણાં એક્સાઇટેડ જોવા મળી રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થયાના ચોથા દિવસે વર્લ્ડ વાઇડ લેવલે ૧૦૦ કરોડની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની ઘણી ધીમી શરૂઆત થઇ હતી અને તેને લીધે ફિલ્મ રિલીઝના પહેલા દિવસે ૧૫.૮૧ કરોડ રૃપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની શરૂઆતના ચારથી વધારે દિવસમાં કિસી કા ભાઇ કિસી કી જાન ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી લીધી છે તે માટેની જાણકારી ફિલ્મ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને આપી હતી. સલામાન ખાનની વધુ એક ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી ક્લબમાં સામેલ થઇ છે જે એક સારી વાત છે.
Advertisement
Advertisement
Advertisement