આઇરિશ અભિનેતા રે સ્ટીવનસનનું નિધન થઇ ગયું છે. તેઓ 58 વર્ષના હતા. તે ‘રોમ વાઇકિંગ’ અને ‘ડેક્સ્ટર’ જેવા ટીવી શો દ્વારા ફેમસ થયા હતા. સ્ટીવનસને ભારતીય ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલીની ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા ભજવી હતી.
Advertisement
Advertisement
સ્ટીવનસનના પબ્લિસિસ્ટ વ્યુપોઈન્ટે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે આ અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી. તેમના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇટાલિયન ટાપુ ઇસ્ચિયામાં શૂટિંગ દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તે સમયે તે એક્શન ફિલ્મ ‘કેસિનો’નું શૂટિંગ કરી રહ્યા હતા. સ્ટીવનસનનો જન્મ ઉત્તરી આયર્લેન્ડમાં થયો હતો. પરંતુ આઠ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ જતા રહ્યાં હતા. તેમના પિતા રોયલ એરફોર્સમાં કામ કરતા હતા.
ડેડલાઈનના રિપોર્ટ અનુસાર, તેમના પ્રતિનિધિએ ઈન્ડિપેન્ડેંન્ટ ટેલેન્ટમાં આ દુ:ખદ સમાચારની પુષ્ટી કરી છે. એક્ટરના અચાનક દુનિયાને અલવિદા કહેવાથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. 58 વર્ષના રે સ્ટીવેન્સનને થોર અને તેમના સિક્વલસ થોર: ધ ડાર્ક વર્લ્ડ જેવી અનેક માર્વલ ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમાં તેમને વોલ્સ્ટેગની ભૂમિકા ભજવી હતી.
Advertisement