નવી દિલ્હીઃ ઘણી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકતી નથી. તેઓ અઠવાડિયામાં જ દમ તોડી દેતી હોય છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મોની નિષ્ફળતા માટે નબળી સ્ટોરી અને ખરાબ ડાયરેક્શન કારણભૂત બની રહ્યું છે. પરંતુ હાલમાં જ કેરળમાં એક ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી, દિગ્દર્શન અને અભિનયના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
અમે વાત કરી રહ્યા છીએ મલયાલમ ફિલ્મ ‘2018’ની. મિનલ મુરલી ફેમ એક્ટર ટોવિનો થોમસ આ ફિલ્મમાં લીડ રોલમાં છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે અને થિયેટરોમાં હાઉસફુલના બોર્ડ લટકી રહ્યાં છે. આ માહિતી ફિલ્મના અભિનેતાએ ટ્વિટર પર આપી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.
2018માં કેરળમાં આવેલા પૂર પર આધારિત આ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં લગભગ 9.20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે શુક્રવારે રૂ. 1.75 કરોડ, શનિવારે રૂ. 3.25 કરોડ અને રવિવારે રૂ. 4.20 કરોડનું કલેક્શન કર્યું હતું. આ રીતે ફિલ્મ કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના જોરદાર વખાણ પણ થઈ રહ્યા છે.
મલયાલમ ફિલ્મ 2018નું બજેટ લગભગ 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ રીતે આ ફિલ્મ ખૂબ જ મર્યાદિત બજેટમાં બની છે. ફિલ્મને સતત વધી રહેલા પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં ફિલ્મનું વધુ શાનદાર કલેક્શનની અપેક્ષા છે.
2018ની સ્ટાર કાસ્ટ
મલયાલમ ફિલ્મ ‘2018’ 5 મેના રોજ કેરળના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન જુડ એન્થોની જોસેફે કર્યું છે. આ ફિલ્મમાં ટોવિનો થોમસ, કુંચકો બોબન, આસિફ અલી, વિનીથ શ્રીનિવાસન, અપર્ણા બાલામુરલી છે. ક્રિટિક્સ અને લોકો ફિલ્મના જોરદાર વખાણ કરી રહ્યા છે.
Advertisement