બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો એક અલગ અંદાજને લઇને દરેક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે હાલ હોલિવૂડમાં પણ પોતાની જાદુ ચલાવી રહેલી પ્રિયંકા પોતાના મેટ ગાલા ઇવેન્ટ લુકને લઇને ઘણી ચર્ચામાં રહી છે. હાલમાં જ મેટ ગાલા ઇવેન્ટ ૨૦૨૩માં પ્રિયંકા ચોપરાએ સ્ટાઇલિશ અંદાજમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીના આઉટફિટની સાથે તેણે પહેરેલો ડાયમંડ નેકલેસ ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે તે નેકલેસની કિંમતો સામે આવી રહી છે. મેટ ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે પહોંચી હતી, અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ કલરના આઉટફિટની સાથે યુનિક નેકલેસ કેરી કર્યું હતું અને તેની કિંમત ૧૧.૬ કેરેટનું ડાયમંડ પહેર્યું હતું. આ નેકલેસની ડિઝાઇન બલગરીએ કર્યું હતું અને તેની કિંમત ૨ અરબ હોવોનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ટ્વિટમાં જણાવાયું કે, ૨ અરબ રૂપિયાના નેકલેસની ઇવેન્ટ પછી હરાજી કરી દેવામાં આવશે. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા વેલેન્ટિનોનું ડિઝાઇન કરેલું આઉટફિટ પહેરીને પહોંચી હતી. અભિનેત્રીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પ્રિયંકાએ અગાઉ ૨૦૧૯માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મેટ ગાલામાં પ્રિયંકાની સાથે આલિયા ભટ્ટ પણ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી
Advertisement
Advertisement
Advertisement