સાઉથ બાદ હવે બોલિવૂડમાં પણ ટોચનું સ્થાન ધરાવતી ગ્લેમરસ અભિનેત્રી ક્રિતિ સેનન તેની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ક્રિતિ આદિપુરુષમાં માતા જાનકીના પાત્રમાં જોવા મળશે.
આદિપુરુષ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર પહોંચેલી ક્રિતિ સેનન તેના ભારતીય મહિલાના લૂકમાં અદભૂત લાગતી હતી, જેમાં ક્રિતિ હંમેશાની જેમ આકર્ષક દેખાતી હતી. તેણીએ સાડીમાં ખૂબ જ સુંદર ફોટોશૂટ પણ કરાવ્યું છે.
જે ટ્રેલર લોન્ચ સમયે ક્રિતિ પહોંચી હતી ત્યાં તેની સાડીને લખીને બોલિવૂડમાં ખૂબ ગોસિપ જોવા મળી હતી. અબુ જાની સંદીપ ખોસલાએ આ સાડીને કસ્ટમાઈઝ કરી છે. જેની ખાસીયતો તમને આશ્ચર્ય ચકિત કરી દેશે.
ક્રિતિએ ટ્રેલર લોન્ચ સમયે સફેદ સાડી પહેરી હતી. જેના પર ગોલ્ડન પ્રિન્ટ અને બોર્ડરની સાથે લાલ રંગની બોર્ડર પણ સુંદરતા વધારી રહી હતી. કેરળ કોટન ફેબ્રિકમાંથી બનાવેલી સાડીમાં 24 કેરેટ સોનાની ખાદી બ્લોક પ્રિન્ટ છે. જે તેને એકદમ કિંમતી બનાવી રહી હતી.
બીજી તરફ ડબલ ટ્રેપ ડિઝાઈનની આ વિન્ટેજ સાડીના બ્લાઉઝ પર તુમ્બા એટલે કે કોપર રંગના ફૂલો અને નીલમણિથી કામ કરાયું હતું. આવી મોંઘી સાડી પહેરીને ક્રિતિ સેનન ખૂબ આકર્ષક લાગતી હતી.
હવે ચર્ચા છે કે આ સાડીની કિંમત શું હશે તો એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ કસ્ટમાઈઝ સાડી તૈયાર કરવાનો અંદાજિત ખર્ચ 10 લાખ છે.
Advertisement