‘સારાભાઈ vs સારાભાઈ’ શોમાં જાસ્મિન ફેઈમ વૈભવી ઉપાધ્યાયનું હિમાચરના કુલ્લુ બંજારમાં અકસ્માત થવાથી નિધન થયું છે. સોમવારે વૈભવિ પોતાના મંગેતર સાથે તિર્થન વેલીની મુલાકાત લેવા જઈ રહી હતી અને વળાંક દરમ્યાન તેની કારે કાબૂ ગુમાવતા કાર ખીણમાં પડી ગઈ હતી અને સ્થળ પર જ નિધન થયું હતું.
Advertisement
Advertisement
વૈભવિ એક ખૂબ જ હસમુખી એક્ટ્રેસ હતી ને તે હંમેશા મિત્રોને હસાવ્યા કરતી. આ સમચાર વાયુ વેગે પ્રસરતા તેના પરિવાર અને મિત્રોને ખૂબ આઘાત લાગ્યો છે.
જે ડી મજેઠિયાએ આ ન્યૂઝ સાંભળતા જ ઘેરા આઘાતની લાગણી વ્યક્ત કરી હતી કે આ સમાચાર મારા માટે ન સ્વીકારી શકાય એવા છે.
વૈભવીએ દિપીકા પાદુકોણની સાથે છપાક અને તમિરમાં પણ કામ કર્યું હતું. આ ખબર ફેલાતા અનેક ફિલ્મ નિર્માતાઓ, સહ કલાકારો અને સંગીતકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક ચાહકો આ આશ્ચર્યજનક આઘાતને દુઃખ સાથે વ્યક્ત કરી રહ્યા છે.
મલ્હાર ઠાકર સાથે વૈભવીની ‘લોચા લાપસી’ રીલિઝ થવાની તૈયારીમાં જ હતી અને અચાનક આ ઘટના બની હતી.
વૈભવી ઉપાધ્યાએ સીઆઈડી, સ્ટ્રક્ચર, અદાલત, સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ એલર્ટ, પ્લીઝ ફાઈન્ટ એટ્રેક્ટ, ડિલિવરી ગર્લ, ઈશ્ક કિલ્સ, લેફ્ટ રાઈટ જેવા હિટ શોમાં કામ કર્યું હતું.
Advertisement