કપિલ શર્માએ રવિના ટંડન, સુધા મૂર્તિ અને ઓસ્કર વિનર ગુનિત મોંગા સાથે મધર્સ ડેની ઉજવણી કરતાં કરતાં પોતાના સંઘર્ષની વાત કરી હતી અને જણાવ્યું હતું કે મને યાદ છે કે મારો પહેલો પગાર માત્ર રૂપિયા 500 હતો. રવિના ટંડને પણ જણાવ્યું હતું કે તેની પણ પ્રથમ સેલેરી 500 રૂપિયા જ હતી જેમાંથી તે એક જૂનું ટેપ રેકોર્ડર ખરીદીને લાવી હતી અને માને જૂના ગીતો સંભળાવતી. સુધા મૂર્તિએ પણ પોતાના મનની વાત ખોલતા પગાર જણાવ્યો હતો અને કહ્યું કે તેમનો પગાર પણ રૂ.1500 હતો. 1974માં આ પગાર ઘણો ઊંચો ગણાતો. સુધા મૂર્તિના પિતા પ્રાધ્યાપક હતા ત્યારે તેમની સેલેરી ફક્ત રુ.500 હતી.
Advertisement
Advertisement
ગુનિતે પોતાની સેલેરી યાદ કરતાં જણાવ્યું હતું કે મારી પ્રથમ સેલેરી 5000 હતી જે મને પાન નલિને આપી હતી. અર્ચના પુરનસિંઘે પણ પોતાની સેલેરીની વાત કરતાં જણાવ્યું હતું કે મને પણ માત્ર 500 રુપિયા પ્રથમ કામના મહેનતાણાં પેટે મળ્યા હતા જેમાંથી હું ટેપ રેકોર્ડર લાવી હતી અને તેમાં હું મારા જૂના ગીતો સાંભળતી.
કપિલ શર્મા શોમાં રસપ્રદ પ્રથમ સેલેરીથી કપિલ શર્માએ પોતાના સંઘર્ષની વાત કરતાં જણાવ્યું હતું કે એ સંઘર્ષના દિવસો ભૂલાતા નથી. કપિલનો પહેલો પગાર 500 રુપિયા હતો. આજે કપિલ સાથે કામ કરવા માટે દેશના દરેક સેલેબ્રિટી તલપાપડ છે. બોલીવુડ આખું એક ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સૌને હસાવનાર કપિલ શર્મા અને તેનો શો દરેક ફિલ્મોના પ્રમોશનનું એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયો છે.
ઘણાં મોટા સેલેબ્રિટિ કપિલ શર્મા શોમાં આવવા માટે સામેથી પ્રસ્તાવ મુકે છે.
Advertisement