બિગ બોસ-15 સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળેલી અભિનેત્રી ડોનલ બિષ્ટ તાજેતરમાં જ એક છેડરપિંડીથી બચી ગઈ હતી. અભિનેતેરી ડોનલ બિષ્ટે નકલી કાસ્ટિંગનો પર્દાફાશ કર્યો છે અને સોશિયલ મિડિયા પર બધાને એલર્ટ પણ કર્યા છે.
એક છેતરપિંડી કરનારે ડોનલ બિષ્ટને કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના નામ ઓડિશન મેઈલ મોકલીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો. આ છેતરપિંડી કરનારે કરણ ધર્મા પ્રોડક્શનનું ફેક આઈડી બનાવ્યું હતું, જેના દ્વારા તે લોકોને મૂર્ખ બનાવી રહ્યો હતો.
આજ ફેક આઈડી વડે છેતરપિંડી કરનારે ડોનલ બિષ્ટને એક મેઈલ પણ મોકલ્યો હતો. લોકોને એલર્ટ કરવા ઉપરાંત અભિનેત્રીએ ટ્વિટર પર મેઈલ અને ફેક આઈડીનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
ડોનલ બિષ્ટને છેલ્લા કેટલાક દિવસોથી બોગસ કોલ અને મેઈલ આવી રહ્યા હતા, જેનાથી તે કંટાળી ગઈ હતી. આખરે તેણે છેતરપિંડીનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું. ડોનલ બિષ્ટે સોશિયલ મિડિયા પર આ છેતરપિંડીનો પર્દાફાશ તો કર્યો જ છે પરંતુ બધાને સાવચેત રહેવા માટે પણ કહ્યું છે.
ડોનસ બિષ્ટે મેઈનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, કોઈ મને સતત મેઈલ કરી રહ્યું છે. હું માનું છું કે આ ધર્મા પ્રોડક્શનનું નકલી ઈમેલ આઈડી છે. હું આશા રાખું છું કે લોકો તેની જાળમાં ન આવે. ડોનલ બિષ્ટે પણ ટ્વિટર પર તેની પોસ્ટ શેર કરી છે અને કરણ જોહર અને ધર્મા પ્રોડક્શનને પણ ટેગ કર્યા છે.
Advertisement