માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે લિગસી વેરિફાઈડ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધા છે. મતલબ એવા એકાઉન્ટ કે જેમણે ટ્વિટરની પેઇડ સર્વિસ લીધા વિના બ્લૂ ટિક આપવામાં આવી હતી. હવે તમને આ એકાઉન્ટ પર પણ બ્લૂ ટિક નહીં દેખાય.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે ટ્વિટરના માલિક ઈલોન મસ્કએ 12 એપ્રિલે જ જાહેરાત કરી હતી કે 20 એપ્રિલથી તમામ લિગસી વેરિફાઇડ એકાઉન્ટ્સ પરથી બ્લૂ ટિક હટાવી દેવાશે. હવે ફક્ત તે લોકોને જ આ સુવિધા મળશે, જેઓ બ્લૂ ટિક માટે પૈસા ખર્ચીને માસિક પ્લાન લેશે. ત્યારબાદ 20 એપ્રિલની રાત્રે 12 વાગ્યે તમામ લિગસી એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવાઈ હતી.
આ પહેલા ટ્વિટર રાજકારણીઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત સેલિબ્રિટીઓના એકાઉન્ટ પર બ્લૂ ટિક આપતી હતી. તેના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો, પરંતુ ઈલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે.
ખરેખર ટ્વિટરે પેઇડ બ્લૂ ટિક સેવા શરૂ કરી છે. શરૂઆતમાં તે અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકશે.
જો કોઈ યુઝર બ્લૂ ટિક ઈચ્છે છે અથવા પહેલાથી મળેલી બ્લૂ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લૂ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લૂનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.
Advertisement