અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએટ્સ સોશિયલ મિડિયા પર પોતાની તસવીર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીરમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરીને બીજાવાર માતા બનવાની જાહેરાત કરી છે.
અભિનેત્રી ગેબ્રિએલા ડિમેટ્રિએટ્સના એલાન સાથે જ તેને સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ મળી રહી છે. અર્જુન રામપાલ પહેલાથી જ ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાથી થયેલા એક પુત્રનો પિતા છે.
ગ્રેબિએલા અર્જુન રામપાલ સાથેના સંબંધથી બીજી વખત ગર્ભવતી થઇ છે. તેને અને અર્જુન ચાર વરસ પછી ફરી બીજી વખત પેરેન્ટસ બનવાના છે.
અર્જુન રામપાલે 23 એપ્રિલ 2019માં પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએટ્સ સાથે પ્રથમ પ્રેગ્નન્સીની ઘોષણા સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલ અને ગેબ્રિએલા લિવ-ઇન પાર્ટનર છે. બન્નેએ હજી સુધી લગ્ન કર્યા નથી અને પેરન્ટ હૂડનો આનંદ માણી રહ્યા છે.
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા 18 જુલાઇ 2019ના રોજ પહેલા પુત્રના પેરેન્ટ બન્યા હતા. જેનું નામ અરિક રામપાલ રાખવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે અર્જુન રામપાલના લગ્ન મહેર જેસિકા સાથે થયા હતા. જેનાથી તેને બે પુત્રીઓ છે જે તેની માતા સાથે રહે છે. અર્જુન રામપાલ અને મહેર જેસિકાએ લગ્નના ૨૦ વરસ પછી છુટાછેડા લીધા હતા.
Advertisement