આગામી ૧૬થી ૨૭ મેની મધ્યમમાં ૭૬મા કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થવાનું છે ત્યારે અભિનેત્રી અનુષ્કા શર્મા પહેલીવાર એન્ટ્રી કરશે. તમને જણાવીએ કે અનુષ્કાએ બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે અને તેને લીધે તેણો ચાહક વર્ગ પણ ઘણો મોટો છે. અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. પહેલાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્ચર્ય રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, શર્મિલા ટાગોર, વિદ્યા બાલન, સોનમ કપૂર, તમન્ના ભાટિયા, પૂજા હેગડે, મલ્લિકા શેરાવત, હિના ખાન, અદિતી રાવ હૈદરી રેડ કાર્પેટ પર જોવા મળી છે. અનુષ્કા જો કેટ વિન્સલેટ સાથે મળીને સિનેમામાં યોગદાન આપનારી મહિલાઓનું સન્માન કરવાની છે. આ સંદર્ભમાં ફ્રેન્ચ એમ્બેસેડર એમ્મેન્યુઅલ લેનિને વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા સાથે મુલાકાત કરી હતી અને અનુષ્કા આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી હોવાની વિગત આપી હતી. અનુષ્કા પહેલીવાર આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે અને જેેને લીધે ચાહકોમાં ઘણા ઉત્સાહી છે.
Advertisement
Advertisement
Advertisement