બિગ બોસ ઓટીટી ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના હોટ અને બોલ્ડ લુકને લઇને સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી અવારનવાર મુંબઇના રસ્તાઓ પર તેના નવા ડ્રેસમાં ફોટોગ્રાફરને પોઝ આપતી જોવાના વીડિયો પણ જોવા મળે છે અને ઘણીવાર ફેશનને લઇને મુશ્કેલીમાં મુકાઇ જાય છે.
Advertisement
Advertisement
આ વખતે અભિનેત્રી સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઇની એક રેસ્ટોરન્ટે અભિનેત્રીએ બેન કરી દીધી છે અને આ ઘટનાને અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી શેર કરી હતી. અભિનેત્રીએ લખ્યું કે, મુંબઇ શું ખરેખર આ એકવીસમી સદી છે? મને આજે એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતા રોકવામાં આવી?
જો તમને મારી ફેશન ચોઇસ પસંદ ન હોય તો તે ઠીક છે પરંતુ તમે મારી સાથે અલગ રીતે વર્તાવ ન કરી શકો. જો તમે તો પણ કરો છો, તો તેને ખુલ્લેઆમ સ્વીકારો, નકામા બહાના ન બનાવો, ખરાબ રીતે ગુસ્સે થઇ ગઇ છું. વધુમાં ઉર્ફી જાવેદે આ રેસ્ટોરન્ટ વિરૃદ્ધ ફૂડ ડિલિવરી એપને ફરિયાદ પણ કરી હતી. ઘણાં ફેન્સ પણ ઉર્ફીને સપોર્ટ કરી રહ્યા છે.
જો કે આ પહેલીવાર નથી જ્યારે મોડલનું નામ કોઇ વિવાદ સાથે જોડાયું હોય. મોડલ વિરૃદ્ધ ભૂતકાળમાં પણ ઘણી વખત ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં તેણી પર જાહેર સ્થળોએ અશ્લીલતા રજૂ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
Advertisement