આજકાલના સમયમાં તણાવ, ખરાબ જીવનશૈલી અને ભોજનને કારણે મહિલાઓમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. પહેલા માનવામાં આવતુ હતુ કે હાર્ટના રોગની મહિલાઓની તુલનામાં પુરુષોને વધુ ઘેરે છે પરંતુ હવે આ બીમારી વિશ્વભરમાં મહિલાઓ વચ્ચે સામાન્ય બની ગઇ છે. અવાર નવાર જોવામાં આવે છે કે મહિલાઓ હાર્ટ ડિસીસ અને હાર્ટ એટેકના લક્ષણોની સમય પર ઓળખ કરી શકતી નથી જેને કારણે તેમાં હાર્ટ એટેક થવાની આશંકા વધારે હોય છે.
Advertisement
Advertisement
મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણોની ઓળખ માટે તાજેતરમાં અમેરિકાના હાવર્ડ હેલ્થ ઇંસ્ટીટ્યૂટે એક સર્વે કર્યો છે જેમાં તેમણે જણાવ્યુ કે સર્વેમાં સામેલ 95 ટકા મહિલાઓએ હાર્ટ એટેક આવતા એક મહિના પહેલા કેટલાક સામાન્ય લક્ષણ અનુભવ્યા હતા જેની ઓળખ કરીને તે સમય પર પોતાની સારવાર કરાવતી તો હાર્ટ એટેકથી બચી શકતી હતી.
આ સંકેતોથી સમજો તમારૂ હાર્ટ બીમાર છે
પોતાના રિપોર્ટ માટે હાવર્ડ હેલ્થ હાર્ટ એટેકથી બચેલી 500 મહિલાઓનું સર્વેક્ષણ કર્યુ હતુ. આ રિપોર્ટથી આ ભ્રમ તૂટી શકે છે કે હાર્ટ એટેક અચાનક જ આવે છે પરંતુ મોટાભાગના કેસમાં તમારૂ હાર્ટ અને શરીર એક મહિના પહેલા જ તેના સંકેત આપવા લાગે છે. જો તમે સમય પર તેને ઓળખી નથી લેતા તો તમારું હાર્ટ એટેકથી બચી શકે છે.
થાક અને પુરતી ઉંઘ ના લેવાથી આવી શકે છે હાર્ટનો સંકેત
આ સર્વેક્ષણમાં સામેલ 95 ટકા મહિલાઓએ જણાવ્યુ કે હાર્ટ એટેક આવ્યાના એક મહિના પહેલા જ પોતાના શરીરમાં કેટલીક તકલીફ અનુભવ થવા લાગી હતી. આ દરમિયાન થાક અને ઉંઘમાં ગડબડ બે સૌથી સામાન્ય સંકેત હતા જે લગભગ દર મહિલાએ અનુભવ કર્યો. આ સિવાય મહિલાઓમાં શ્વાસ લેવામાં તકલીફ, નબળાઇ, પરસેવો આવવો, ચક્કર હાર્ટ એટેક પહેલા અનુભવાયેલા કેટલાક મુખ્ય લક્ષણ હતા.
આ પણ વાંચો: શું છે કપિંગ થેરેપી અને આ કેમ થઇ રહી છે લોકપ્રિય?, જાણો ફાયદા અને નુકસાન
હાર્ડ ડિસીસની રિસર્ચમાં કામ આવશે આ સર્વેક્ષણ
આ સર્વેક્ષણના નિષ્કર્ષો પર ટિપ્પણી કરતા હાવર્ડ હેલ્થે કહ્યુ, આ રિપોર્ટથી સંદેશ મળે છે કે મહિલાઓમાં વધુ થાક, ઉંઘમાં ગડબડ અથવા શ્વાસ લેવામાં તકલીફ હાર્ટ એટેકના શરૂઆતના સંકેત આપી શકે છે. જો કોઇ મહિલામાં આ લક્ષણ જોવા મળે છે તો સમય પર તેની સારવાર કરાવીને હાર્ટ એટેકથી બચી શકાય છે.
હેલ્થ એક્સપર્ટ્સે આ સ્પષ્ટ કર્યુ કે મહિલાઓ અને ડૉક્ટરને હાર્ટ ડિસીસ અને એટેક પર છાતીમાં દુખાવાથી અલગ વિચારવાની જરૂર છે. જો કોઇ મહિલાને શ્વાસની તકલીફ, ઉંઘમાં તકલીફ, થાક, ઠંડો પરસેવો, ચક્કર આવવા જેવી ફરિયાદ થાય છે તો તેને પણ ગંભીરતાથી લઇને ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.
Advertisement