આ સમયે કપિંગ થેરેપી ટ્રેડમાં છે પરંતુ આ નવી નથી, જેનો ઉપયોગ ઘણા લાંબા સમયથી થતો આવી રહ્યો છે. તે બાદ પણ ઘણા લોકો અજાણ છે અને કેટલાક લોકો તેની સાથે જોડાયેલા કેટલાક ભ્રમને કારણે આ થેરેપીને અપનાવતા ડરે છે. એવામાં તાજેતરમાં અમે તમને કપિંગ થેરેપી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી રહ્યા છીએ. કપિંગ થેરેપી શું છે
Advertisement
Advertisement
શું છે કપિંગ થેરેપી અને તેની સાથે જોડાયેલ વૈજ્ઞાનિક પ્રમાણ?
ડૉ. બોલિયાએ જણાવ્યુ કે કપિંગ થેરેપી 3000 વર્ષથી જૂની તબીબી પદ્ધતિ છે. ઇજિપ્ત અને ચીન જેવા દેશમાં તેની વધારે બોલબાલા રહી છે. ત્યા પ્રાચીન સમયમાં ભેસના શીંગડાથી આ થેરેપી કરવામાં આવતી હતી, તેમણે જણાવ્યુ કે હવે તેની માટે એક થેરેપિસ્ટ અલગ અલગ રીતના ખાસ કપને કેટલીક મિનિટ માટે વ્યક્તિની ત્વચા પર છોડીને સમસ્યાની સારવાર કરે છે. કેટલાક વૈજ્ઞાનિક શોધ અનુસાર તો કપિંગ થેરેપીનો સકારાત્મક પ્રભાવ પડે છે.
કપિંગ થેરેપી માટે ઉપયોગ થાય છે આ કપ
ડૉ. બોલિયાએ જણાવ્યુ કે કપિંગ થેરેપી માટે કેટલાક કપનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફાઇબર, કાંચ, વાંસ અને સિલિકૉનના કપ સામેલ હોય છે. આ થેરેપીની પ્રભાવશીલતામાં વધારો કરે છે.
કેટલા પ્રકારની હોય છે કપિંગ થેરેપી?
1) ડ્રાઇ કપિંગ થેરેપી માટે થેરેપિસ્ટ વ્યક્તિની પરેશાની ધરાવતી જગ્યા પર કપ મુકીને વૈક્યૂમ ક્રિએટ કરે છે, જેનાથી ચામડી ઉપર આવે છે અને તેમાં લોહી ચામડીની ઉપર આવતુ નથી.
2) વેટ કપિંગ થેરેપી માટે થેરેપિસ્ટ પહેલા ડ્રાઇ કપિંગ થેરેપી કરે છે, તે બાદ પ્રભાવિત ભાગ પર સર્જીકલ સુઇથી થોડો કાપ મારીને તેની ઉપર કપ મુકે છે, જે શરીરના ટૉક્સીન યૂક્ત લોહીને કાઢવાની સાથે સમસ્યાનો પ્રભાવ ઓછો કરે છે.
કેટલી સુરક્ષિત છે કપિંગ થેરેપી?
ડૉ. બોલિયા અનુસાર, કપિંગ થેરેપી એક સુરક્ષિત થેરેપી તે જ સ્થિતિમાં થાય છે, ત્યારે તમે તેની માટે કોઇ જાણકારની મદદ લો છો, તેમણે કહ્યુ, “તેનાથી મારો અર્થ છે કે જે થેરેપિસ્ટને લગભગ 5-6 વર્ષનો અનુભવ હોય, તેની પાસે જ કપિંગ થેરેપી કરાવવી જોઇએ. કેટલાક કેસમાં કપિંગ થેરેપી નથી કરવામાં આવતી અને આ વાત અનુભવી થેરેપિસ્ટ જાણે છે, જેથી કોઇ પણ રીતના નુકસાનની શક્યતા ના હોય.”
આ પણ વાંચો: ડૉક્ટર્સ હેલ્ધી રહેવાની આ રીત નહી બતાવે, લાંબી ઉંમર જીવવા માટે જરૂર અપનાવો
કપિંગ થેરેપીના ફાયદા
કપિંગ થેરેપી શરીરના બ્લડ સર્કુલેશનને સુધારવામાં મદદ કરે છે. કેટલીક રીતના શારીરિક દુખાવા, સોજો, ચામડી સબંધિત સમસ્યા, વાળ સાથે જોડાયેલી મુશ્કેલી વગેરેની સારવાર માટે કપિંગ થેરેપીનો સહારો લઇ શકાય છે.
આ થેરેપી શરીરને ડિટૉક્સ કરવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને, વેટ કપિંગ થેરેપીથી કારણ કે તેમાં નીકળતુ લોહી ટૉક્સિન યુક્ત હોય છે.
શું કપિંગ થેરેપી મોંઘી હોય છે?
ડૉ. બેલિયા કહે છે, દેશમાં તમને કપિંગ થેરેપીનું એક સેશન 500 રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધી પડી શકે છે. હું પોતાના પેશન્ટને 1 હજારથી 2 હજાર રૂપિયા પ્રતિ સેશન ચાર્જ કરૂ છુ.
કપિંગ થેરેપી દરેક ઉંમરનો વ્યક્તિ કરાવી શકે છે, પછી તે વૃદ્ધ હોય કે બાળક. કપિંગ થેરેપીનો ઉપયોગ સાત-આઠ વર્ષના બાળકથી લઇને કોઇ પણ ઉંમરનો વ્યક્તિ કે મહિલા પર કરી શકાય છે.
સમસ્યાના સમાધાન માટે કેટલી વખત થાય છે કપિંગ થેરેપી?
થેરેપિસ્ટ વ્યક્તિને તેની કેટલીક મેડિકલ હિસ્ટ્રીને લઇને તેની ડાયટ અને ઉંઘ સાથે જોડાયેલા કેટલાક સવાલ કરે છે અને તેના અનુસાર થેરેપી સેશન લેવાની સલાહ આપે છે. એમ તમારી સમસ્યા જેટલી ગંભીર હશે, તેના અનુસાર કપિંગ થેરેપી સેશન નિર્ધારિત હોય છે. સામાન્ય શારીરિક દર્દ અને દુખાવાની સારવાર એક જ કપિંગ થેરેપીના સેશનમાં થઇ જાય છે.
કપિંગ થેરેપીના નુકસાન
કપિંગ થેરેપીથી કોઇ નુકસાન નથી પરંતુ કેટલાક કેસમાં કપિંગ થેરેપીના સેશન લાંબા હોવા પર મુશ્કેલી થઇ જાય છે, જેમાં થેરેપી ધરાવતી જગ્યા પર છાલા પડી જાય છે. થેરેપિસ્ટ તરફથી રોગીને ખાસ જેલ આપવામાં આવે છે. જો વ્યક્તિ પર જંતુમુક્ત કપનો ઉપયોગ ન કરવામાં આવે તો ચેપની શક્યતા પણ વધી જાય છે.
Advertisement