પણજી: ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર IFFIના જૂરી હેડ અને ઇઝરાયલના ફિલ્મ મેકર નદવ લૈપિડના નિવેદન પર વિવાદ થયો છે. આ ઘટનામાં ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને પણ પ્રતિક્રિયા આપી છે. નાઓર ગિલોને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ના જૂરી હેડ નદવ લૈપિડના નિવેદનને અંગત ગણાવ્યો છે, તેમણે કહ્યુ કે નદવ લૈપિડના નિવેદન પર અમને શરમ આવે છે.
Advertisement
Advertisement
ગોવામાં આયોજિત 53માં ફિલ્મ ફેસ્ટિવલ સમારંભના સમાપન પર IFFIના જૂરી પ્રમુખ નદવ લૈપિડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર અને પ્રોપગેન્ડા ફિલ્મ ગણાવી હતી, તેમણે કહ્યુ, હું આ રીતના ફિલ્મ સમારંભમાં આવી ફિલ્મ જોઇને હેરાન છું. IFFIના જૂરીના નિવેદન પર ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે પણ પ્રતિક્રિયા આપી હતી, તેમણે ટ્વીટ કરીને જૂરીના પ્રમુખ ઇઝરાયલી ફિલ્મ મેકર લૈપિડ પર નિશાન સાધ્યુ હતુ, બીજી તરફ ફિલ્મ મેકર અશોક પંડિતે કાશ્મીરીઓનું અપમાન ગણાવ્યુ હતુ.
ધ કાશ્મીર ફાઇલ્સને ઇન્ડિયન પેનોરમા સેક્શન માટે પસંદ કરવામાં આવી હતી અને 22 નવેમ્બરે પ્રદર્શિત કરવામાં આવી હતી. સોમવારે મુખ્ય જ્યૂરીએ તેની ટિકા કરી હતી. અનુપમ ખેરે કહ્યુ કે, જો હોલોકૉસ્ટ સાચુ છે તો કાશ્મીરી પંડિતોનું પલાયન પણ સાચુ છે, તેમણે નદવ લાપિડના નિવેદનને શરમજનક ગણાવ્યુ હતુ અને કહ્યું- “આ પૂર્વ નિયોજિત લાગી રહ્યુ છે કારણ કે તેના તુરંત બાદ ટૂલકિટ ગ્રુપ સક્રિય થઇ ગયુ, તેમના નિવેદને તે લોકોને પણ પીડા આપી, જેમણે કેટલાક વર્ષ પહેલા આ આફતને ઝેલી હતી. ઇશ્વર તેમણે સદબુદ્ધિ આપે જેથી તે સ્ટેજ પરથી હજારો-લાખો લોકોની આફતને પોતાના એજન્ડાને પૂર્ણ કરવા માટે ઉપયોગ ના કરે.”
ઇઝરાયલના રાજદૂતે પણ શરમજનક ગણાવ્યુ
ભારત, શ્રીલંકા અને ભૂટાનમાં ઇઝરાયલના રાજદૂત નોર ગિલોને લાપિડના નિવેદનને શરમજનક ગણાવતા કહ્યુ કે તમને (નદવ લાપિડ) શરમ આવવી જોઇએ, તેમણે કહ્યુ, ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવે છે કે અતિથિ ભગવાન સમાન હોય છે. તમે જજોની પેનલની અધ્યક્ષતા કરવા ભારતીય આમંત્રણનું સૌથી ખરાબ રીતે દૂરઉપયોગ કર્યો છે.
વધુમાં તેમણે કહ્યુ, હું આવા નિવેદનોની સખત નિંદા કરું છું. આ નિવેદન માટે કોઈ સમર્થન નથી. આ અહીં કાશ્મીર મુદ્દાની સંવેદનશીલતા દર્શાવે છે.
આપણા ઘા પર મીઠું ભભરાવ્યું- અશોક પંડિત
ભારતીય ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું કે આઈએફએફઆઈના જ્યુરી ચીફ તરીકે નવાદ લેપિડની પસંદગી એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક મોટી ભૂલ છે. પેલેસ્ટાઈનના સહાનુભૂતિ ધરાવનાર પાસેથી કોઈ શું અપેક્ષા રાખી શકે?
“હું, એક કાશ્મીરી પંડિત અને નરસંહારના પીડિત તરીકે, અમારી દુર્ઘટનાના ચિત્રણને અશ્લીલ ગણાવવા બદલ IFFI 2022 ના જ્યુરીના વડા નાદવ લેપિડ સામે ગંભીર કાર્યવાહીની માંગ કરું છું. માફી માંગવી જોઈએ.”
Advertisement