નવી દિલ્હી: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો)ના ચાઇલ્ડ સ્ટાર રાહુલ કોળીનું નિધન થયુ છે. રાહુલ માત્ર 15 વર્ષનો હતો અને તેને કેન્સર હતુ.
Advertisement
Advertisement
15 વર્ષના રાહુલ કોળી ભારત તરફથી આ વર્ષે ઓસ્કારમાં એન્ટ્રી કરનારી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નો ચાઇલ્ડ એક્ટર હતો. રાહુલે આ ફિલ્મમાં સારૂ કામ કરીને નાની ઉંમરમાં જ ખાસ ઓળખ બનાવી હતી. રાહુલ કોળીએ કેન્સરને કારણે દુનિયાને અલવિદા કહી દીધુ છે.
રિપોર્ટ્સ અનુસાર, રાહુલના પિતા એક ઓટો રિક્ષા ડ્રાઇવર છે. રાહુલના પરિવારે પોતાના પૈતૃક ગામ હાપામાં પ્રાર્થના સભા રાખી હતી. રાહુલના પિતા પોતાના પુત્રના મોતથી ઘણા દુખી છે, તેમણે પોતાના પુત્ર વિશે વાત કરતા કહ્યુ- તે ઘણો ખુશ હતો અને અવાર નવાર મને કહેતો હતો કે 14 ઓક્ટોબર (ફિલ્મની રિલીઝ ડેટ) બાદથી અમારી જીંદગી બદલાઇ જશે પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ રાહુલનું નિધન થયુ છે. રાહુલનો પરિવાર તેના નિધનના સમાચારથી આઘાતમાં છે.
Advertisement