સ્પોર્ટ્સ ડેસ્ક: ચેતેશ્વર પૂજારા 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરવાની સાથે જ ભારતીય ક્રિકેટરોની એક વિશેષ યાદીમાં સામેલ થઇ જશે. ચેતેશ્વર પૂજારા 100 ટેસ્ટ મેચ રમનાર 13મો ભારતીય ક્રિકેટર બની જશે. ચેતેશ્વર પૂજારા વર્તમાન ટીમમાં 100 ટેસ્ટ રમનાર બીજો ક્રિકેટર બનશે. વિરાટ કોહલીએ માર્ચ 2022માં શ્રીલંકા વિરૂદ્ધ મોહાલીમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમી હતી.
Advertisement
Advertisement
ચેતેશ્વર પૂજારાએ 2010માં બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. ડેબ્યૂ ટેસ્ટની બીજી ઇનિંગમાં પૂજારાને રાહુલ દ્રવિડની આગળ નંબર 3 પર મોકલવામાં આવ્યો હતો અને તેને 72 રન બનાવ્યા હતા જેને કારણે ભારત 207 રનના પડકારનો પીછો કરતા શ્રેણી 2-0થી જીતી ગયુ હતુ. પોતાના શાનદાર ડેબ્યૂ બાદ પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 20 ટેસ્ટ મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 21 મેચમાં ચેતેશ્વર પૂજારાના નામે 52.77ની એવરેજથી 1900 રન છે, જેમાં 5 સદી અને 10 અડધી સદી સામેલ છે.
2018-19માં ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ચેતેશ્વર પૂજારા 4 ટેસ્ટ મેચમાં 521 રન સાથે બેટિંગ સાથે બેટિંગ ક્રમમાં ટોપ પર હતો કારણ કે ભારતે તે દેશમાં પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ચેતેશ્વર પૂજારાનો 99 ટેસ્ટમાં એક સારો રેકોર્ડ છે. પૂજારાએ આ દરમિયાન 19 સદી અને 34 અડધી સદીની મદદથી 44.15 ની એવરેજથી 7021 રન બનાવ્યા છે.
Advertisement