સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં જ્યારે ભારતીય ટીમ ફીલ્ડિંગ કરવા ઉતરી તો તમામ ખેલાડીઓએ પૂજારાને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. તે બાદ તમામ ખેલાડીઓએ તસવીર ખેચાવી હતી.
Advertisement
Advertisement
પૂજારા 100 ટેસ્ટ મેચ રમનાર 13મો ભારતીય ક્રિકેટર બન્યો છે. મેચ શરૂ થયા પહેલા દિગ્ગજ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પૂજારાને સમ્માનિત પણ કર્યા હતા.
ગંભીરે ઘંટડી વગાડીને મેચની શરૂઆત કરાવી
દિલ્હીમાં પ્રથમ દિવસની રમત શરૂ થયા પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. ગંભીરે ઘંટડી વગાડીને દિવસની રમતને શરૂ કરાવી હતી.
ભારતીય ટીમે મેચમાં એક બદલાવ કર્યો છે અને સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ અય્યરની વાપસી કરાવી છે. ઓસ્ટ્રેલિયાએ બે બદલાવ કરતા મેથ્યૂ કુહ્નમેનનું ડેબ્યૂ કરાવ્યું છે. આ સિવાય ટ્રેવિસ હેડની વાપસી થઇ છે.
પૂજારાને ગાર્ડ ઓફ ઓનર આપતા ભારતીય ખેલાડી
A guard of honour and a warm welcome for @cheteshwar1 on his 1⃣0⃣0⃣th Test ??#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/jZoY1mjctu
— BCCI (@BCCI) February 17, 2023
Cheteshwar Pujara received a guard of honour from the members of Team India
Advertisement