મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરી છે. ફરી એક વખત ચેતન શર્માને જ નવા ચીફ સિલેક્ટર પસંદ કરવામાં આવ્યા છે. ટી-20 વર્લ્ડકપ 2022 પછી બીસીસીઆઇએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી.
Advertisement
Advertisement
ટીમ ઇન્ડિયાની નવી સિલેક્શન કમિટી
1. ચેતન શર્મા
2. શિવ સુંદર દાસ
3. સુબ્રતો બેનર્જી
4. સલિલ અંકોલા
5. શ્રીધરન શરથ
BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની ક્રિકેટ એડવાઇઝરી કમિટી દ્વારા નવી ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીની પસંદગી કરવામાં આવી છે, તેની માટે 600 અરજી આવી હતી જે બાદ 11ની પસંદગી કરવામાં આવી છે અને તે તમામના પર્સનલ ઇન્ટરવ્યૂ થયા છે. અંતમાં એડવાઇઝરી કમિટીએ આ પાંચને સીનિયર સિલેક્શન કમિટી માટે ચૂંટ્યા છે.
ગત સિલેક્શન કમિટીના કાર્યકાળમાં ભારતીય ક્રિકેટ ટીમને કોઇ મોટી સફળતા મળી નહતી. એશિયા કપ, બે ટી-20 વર્લ્ડકપમાં હાર સિવાય ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં હારે દરેક કોઇને પરેશાન કરી દીધા હતા. આ દરમિયાન સિલેક્શન કમિટી પર સવાલ ઉભા થયા હતા. ટી-20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમનો પરાજય થયો ત્યારે બીસીસીઆઇએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી.
Advertisement