કાપડ ઉદ્યોગનું હબ ગણાતું સુરત શહેર હાલ અપગ્રેડેશનના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. કાપડના વેપારીઓ તેમના જુના કન્વેશનલ લુમ્સ મશીનની જગ્યાએ રેપિયર જેકાર્ડ, વોટરવેજ અને એરજેટ મશીનો મુકી ફેક્ટરીઓ અપગ્રેડ કરી રહ્યા છે. ખાસ કરીને યુરોપ, અમેરિકા, જાપાન અને ચાઇના સહિતના દેશોમાંથી આ મશીનો આયાત થતા હતા. એપ્રિલ મહિના સુધી આયતી મશીનો પર ડયૂટી લાગતી ન હતી.
Advertisement
Advertisement
એપ્રિલ મહિના બાદ આયાતી મશીનો પર ડયૂટી ફ્રી કરવામાં આવી છે પરંતુ રેપિયર જેકાર્ડમાં ૬૫૦ આરપીએમ, વોટરજેટમાં ૮૦૦ આરપીએમ અને એરજેટમાં ૧૦૦૦થી વધારે ડયુટી મળશે તેવો પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરાયો છે. આ પરિપત્રને લઇને પોતાનું યુનિટ અપગ્રેડ કરવા માંગતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક મહિનામાં સમગ્ર દેશમાં આવેલા મશીનોની ૧૦૦ કરોડથી વધારે ડયૂટી કાપડ ઉત્પાદકોએ ચૂકવવાનો વારો આવ્યોછે.
આ બાબત ચેમ્બર સહિતની સંસ્થાઓએ ટેક્સટાઇલ મંત્રાલય, કોમર્સ મંત્રાલયમાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે છતાં કોઇ સમસ્યાનું સમાધાન હજુ સુધી આવ્યું નથી. અમુક મશીન ઉત્પાદકો અને એસોસિએશન દ્વારા ટેક્સટાઇલ મંત્રાલયને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પણ કાપડ ઉત્પાદકો આક્ષેપ કરી રહ્યા છે. ટેક્સટાઇલ મશીનરી ફ્રી ડયૂટી બાબતને લઇને આગામી ૧૦મી સ્ટેક હોલ્ટરો સાથે કાપડ સેક્રેટરીની મીટિંગ યોજાશે, જેમાં ડયૂટી ફ્રી કરાશે કે નહીં તે જોવું રહેશે.
Advertisement