ભારતીય શેરબજારની ચર્ચા રાકેશ ઝુનઝુનવાલા, રાધાકિશન દામાણી, વિજય કેડિયા, આશિષ કાચેલિયા અને ડોલી ખન્ના જેવા દિગ્ગજો વિના અધૂરી છે. આ રોકાણકારોએ શેરબજારમાં નાણાંનું રોકાણ કર્યું જ્યારે લોકો શેરબજારમાં રોકાણ કરવાથી દૂર રહ્યા.
આજે સમય બદલાઈ ગયો છે. હવે શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ શેરબજારમાં આડેધડ રોકાણ કરી રહ્યા છે. આજે એવા યુવા રોકાણકારનો પરિચય કરાવી જેઓએ શેરબજારમાંથી 100 કરોડ રુપિયાની કમાણી કરી છે.
24 વર્ષીય રોકાણકાર સંકર્ષ ચંદાનું શેરબજારે 7 વર્ષમાં નસીબ બદલી નાખ્યું, તે મૂળ હૈદરાબાદનો છે.
જ્યારે સંકર્ષ ચંદાએ શેરબજારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે તેઓ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. આ 12મું પાસ યુવારોકાણ કારે રુ. 2000થી તેના રોકાણકાર યાત્રાની શરુઆત કરી હતી.
ડીએનએના રિપોર્ટ અનુસાર, સંકર્ષ ચંદા ત્યારે નોઈડાની એક યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં B.Tech કરી રહ્યો હતો.
સંકર્ષના કહેવા પ્રમાણે, તેણે શેરબજારમાં 1.5 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતું. જે 2 વર્ષ પછી 12 લાખ રુપિયા થઈ ગયું.
સંકર્ષ ચંદાએ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને શેરબજાર પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરુ કર્યું તેમણે રુ. 8 લાખ સાથે Savart અથવા Svobhadha Infinity Investment Advisors Private limited એ પ્રથમ વર્ષમાં રુ. 12 લાખ, બીજા વર્ષમાં રુ. 14 લાખ, ત્રીજા વર્ષમાં રુ. 32 લાખ અને નાણાકીય વર્ષ 2020-21માં રુ. 40 લાખની આવક ઊભી કરી છે.
Advertisement