મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જે પણ સેક્ટરમાં પોતાનું નસીબ અજમાવે છે ત્યાં મોટા પરિવર્તનો જોવા મળે છે જેમકે Jio હોય કે અન્ય. હવે સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ પ્રવેશવાની તૈયારી કરી રહી છે અને MG મોટર ઈન્ડિયાનો સ્ટોક ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.
ચીનની SIAC મોટરી માલિકીની કંપની MG મોટર ભારતીય બજારમાં તેનો મોટાભાગનો હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે અને તેની અસર એમજી મોટરના બિઝનેસ પર પણ પડી છે.
એક મિડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ હીરો ગ્રૂપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને JSW ગ્રૂપ જેવી કંપનીઓ એમજી મોટર ઈન્ડિયામાં હિસ્સો ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ડીલ થઈ શકે છે.
વાસ્તવમાં ચીન સાથે જોડાયેલી ઘણી કંપનીઓ ભારત સરકાર સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. એમજી મોટરે તેની ભારતીય કામગીરીમાં વધારાના રોકાણ માટે તેની મૂળ કંપની પાસેથી નાણાં એકત્ર કરવા માટે સરકારની મંજૂરી પણ માંગી છે. આ મંજુરી મળ્યાને બે વર્ષ થઈ ગયા છે પરંતુ કોઈ સફળતા મળી નથી. આ સ્થિતિમાં કંપનીએ હવે ફક્ત ભારતીય સંસ્થાઓ દ્વારા મૂડી એકત્ર કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે MGનો ગુજરાતના હાલોલમાં એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જ્યાં તેની દર વર્ષે 1.2 લાખ કારનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. નજીકના ભવિષ્યમાં હાલોલ ખાતે એડ-ઓન પ્લાન્ટ સ્થાપવાની યોજના છે, ત્યારબાદ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 3 લાખ યુનિટ થવાની ધારણા છે.
ઓટોમેકરે જણાવ્યું હતું કે ભારતમાં વિકાસના આ બીજા રાઉન્ટ માટે તે આગામી 2-4 વર્ષમાં આશરે રુ. 5000 કરોડની મૂડી એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેના માટે તે સ્થાનિક ભાગીદારો અને રોકાણકારોને બહુમતી હિસ્સો ઓફર કરશે.
Advertisement