રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કો તથા અન્ય નાણાકીય સંસ્થાનોને જણાવ્યું છે કે વિદેશ ઉપરાંત ઘરેલું સ્તરે ઈલેક્ટ્રોનિક રીતે મની ટ્રાન્સફર કરવા મામલે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બન્નેની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે.
આરબીઆઈએ KYC સંબંધિત વ્યાપક નિર્દોશોમાં ઓનલાઈન લેવડ-દેવડ સંબંધિત અમુક નવા પોઈન્ટ સામેલ કર્યા છે. આ નિર્દેશો નાણાકીય કાર્યબળ એસટીએફના સૂચનોને અનુરુપ છે.
નવા નિર્દેશો અનુસાર તમામ વિદેશી ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા મામલે હવે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બન્નેની સચોટ અને સંપૂર્ણ માહિતી આપવી પડશે. આ નિર્દેશો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પ્રી-પેઈડ ચૂકવણી (PPI)ના માધ્યમથી ખરીદી માટે કરાતી ઓનલાઈન લેવડ-દેવડ પર લાગુ નહીં થાય.
Advertisement