મુંબઈ ભારતમાં નાગરિક ઉડ્ડયનનું જન્મસ્થળ કહેવાય છે, પરંતુ શહેરમાં હવે માત્ર બે એરલાઈન્સનું કોર્પોરેટ હેડક્વાર્ટર બચ્યું છે એક ગો ફર્સ્ટ અને બીજી આકાશ એર. મુંબઈમાં હવે માત્ર ગો ફર્સ્ટ અને આકાશ એરલાઈન્સ એવી બે જ એરલાઈન્સ રહી ગઈ છે. હજી દાયકા પહેલા તમામ અગ્રણી એરલાઈન્સનું મુખ્ય ઓપરેશનલ મથક અને કોર્પોરેટ ઓફિસ મુંબઈમાં હતી પણ હવે તમામ અન્ય શહેરો તરફ વળી ગઈ છે.
મુખ્ય એરલાઈન્સ પૈકી બે, માર્કેટ અગ્રણી ઈન્ડિગો અને સ્પાઈસજેટ ગુરુગ્રામ પાસે છે. એર ઈન્ડિયા, વિસ્તારા અને એલાયન્સ એર દિલ્હીની બહાર સ્થિત છે. એરએશિયા ઈન્ડિયા અને સ્ટાર ઈન્ડિયા હાલ બેંગલુરુ શહેરની નજીક છે. બીજી તરફ એરઈન્ડિયા એક્સપ્રેસ મુંબઈમાં રજિસ્ટર થયેલી છે પણ એરલાઈન દક્ષિણ ભારતના છ મથકેથી ઓપરેટ થાય છે.
ઓપરેશનલ બેઝ તરીકે એરલાઇન ઓફિસો અને એરપોર્ટ સાથે ભારતના મોટા ઉડ્ડયન શહેરોમાં હવે દિલ્હી, ગુરુગ્રામ અથવા બેંગલુરુની ગણતરી થાય છે.
અગાઉ મોટાભાગની તમામ અગ્રણી કેરિયરોની કોર્પોરેટ ઓફિસ અને ઓપરેશનલ મથક મુંબઈમાં હતા. દક્ષિણ અને પશ્ચિમ ભારતના પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડવા મુંબઈ આવતા અને કેરાલાથી ગલ્ફ જતા પ્રવાસીઓ માટે પહેલું સ્ટોપ મુંબઈ હતું.
વિશાળ એવિયેશન માર્કેટ અને રાત્રિ પાર્કિંગ સ્ટેન્ડ તેમજ એન્જિનિયરિંગ મથકો માટે મુંબઈ એક સમયે એરલાઈન મથક માટે પસંદગીનું સ્થળ હતું. જો કે માળખાકીય અવરોધોને કારણે એરલાઈન્સ માટે મુંબઈ નજીક જગ્યા મેળવવામાં અવરોધ સર્જાતો હતો.
૧૯૩૨માં જેઆરડી ટાટાએ મુંબઈ ટાટા એર સર્વિસીસની પહેલી ફ્લાઈટ ચલાવીને આ શહેરને ભારતીય સિવિલ એવિયેશનનું જન્મસ્થળ બનાવ્યું હતું પણ હવે મુંબઈ એકપણ મુખ્ય એરલાઈન વિનાનું શહેર બન્યું છે.
Advertisement