આજે આખા દેશમાં 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઘણાં એમ માને છે કે વહેલા તે પહેલા અને ઘણાં એમ માને છે કે જેટલી શાંતિ એટલી ક્રાંતિ. આમ આજે પહેલાં જ દિવસે લાઈનો લાગી હતી. મોટા ભાગની બેંકો ખૂબ જ ત્વરિત રીતે આ નોટો બદલી આપે છે.
Advertisement
Advertisement
સાથે સાથે દરેક બેંકો નોટોનું પરિક્ષણ પણ કરે છે. આજે કેટલાંક ગ્રાહકોના કહેવા પ્રમાણે નેશનલાઈઝ બેંકોમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિના નોટો બદલી આપવામાં આવે છે જ્યારે કોઓપરેટિવ બેેંકોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા કરાવીને નોટ બદલી આપવામાં આવે છે.
કેટલીક પ્રાઈવેટ બેંકોમાં ઓનલાઈન એન્ટ્રી દ્વારા નોટ બદલી આપવામાં આવી રહી છે.
કોઈપણ પ્રકારના કોલાહલ વિના અને લાંબી લાઈનો વિના શાંતિથી આ કાર્ય ચાલી રહ્યું છે. એક દિવસ પહેલાં જ રિઝર્વ બેંકના ગવર્નરે બેંકોને માર્ગદર્શિકા પૂરી પાડી હતી અને જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના પુરાવાની જરૂર નથી.
એ પછી ઘણાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ કાળાબજારી કરનારા લોકોને પણ ચેતવણી રુપ રોજની માત્ર દસ જ નોટો બદલવાની મર્યાદા અને જો દસમાંથી પાંચ નોટ નકલી નીકળે તો એફઆઈઆર થવા સુધીના ભયસ્થાનો સમજાવ્યા છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે લોકોએ ઉતાવળ ના કરવી કારણ કે ચાર મહિના પર્યાપ્ત સમય છે જેમાં કોઈપણ વ્યક્તિ આ નોટ વટાવી શકશે.
Advertisement