તમને જાણીને નવાઈ લાગશે કે RBI એ કહીને 2000 રુપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો કે મોટી નોટની જરુર નથી, પરંતુ થોડા વર્ષો પહેલાં આ જ RBIએ 5000 અને 10,000 રુપિયાની મોટી નોટ છાપવાની ભલામણ કરી હતી. ઓક્ટોબર 2014માં આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારને 5000 અને 10,000 રુપિયાની નોટ બહાર પાડવાનું સૂચન કર્યું હતું. આની પાછળ રઘુરામ રાજને દલીલ કરી હતી કે દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે 1000 રુપિયાની નોટની કિંમતમાં ઘટાડો થયો છે.
બેકાબૂ મોંઘવારી પર અંકુશ લાવવા માટે તેમણે મોટી નોટો છાપવાની ભલામણ કરી હતી. ઓક્ટોબર 2014માં સેન્ટ્રલ બેંક આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારને 5000 અને 10,000 રુપિયાની નોટો છાપવાની સલાહ આપી હતી. સરકારે આરબીઆઈ ગવર્નરના આ સૂચનને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
તત્કાલિન નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકારે આ ભલામણને ફગાવી દીધી હતી કારણ કે તે ટૂંક સમયમાં રિપ્લેસમન્ટ કરન્સી ઈચ્છે છે, તેથી સરકારે રુ.2000ની નોટ જારી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે પાછળથી વર્ષ 2015માં રઘુરામ રાજને પોતે કહ્યું હતું કે ઉચ્ચ મૂલ્યની નોટો સાથે નકલી થવાનો ભય છે જેના કારણે તેને રાખવી મુશ્કેલ છે. મોટી નોટો સાથે બ્લેક માર્કેટિંગ સરળ બને છે. ભારતના પડોશી દેશોમાંથી રોકડ નોટોની નકલ કરવી સરળ બની જાય છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફરી એકવાર નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. 19 મે 2023ના રોજ રુ.2000ની નોટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2016માં નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા જે નોટ જારી કરવામાં આવી હતી. તે લગભગ 8 વર્ષમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.
2000ની નોટ પાછી ખેંચી લેવાના નિર્ણય પાછળ આરબીઆઈ વારંવાર દલીલ કરી રહી છે કે ઉચ્ચ મૂલ્યની નોટો બજારમાંથી પાછી ખેંચવામાં આવી રહી છે. કેન્દ્રીય બેંકે દલીલ કરી હતી કે બજારમાં 2000ની મોટી નોટની જરુર નથી.
Advertisement