એપ્રિલ-2023માં GST કલેક્શનના આંકડાઓએ ઈતિહાસ રચી દીધો છે. 1.87 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું છે, જે અત્યાર સુધીનો ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં 1,60,122 કરોડ રૂપિયા GST કલેક્શન નોંધાયું હતું. ગત વર્ષે એપ્રિલ 2022માં 1,67,540 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયું હતું. એટલે કે એપ્રિલ-2022ના મુકાબલે એપ્રિલ-2023માં 19,495 કરોડ રૂપિયા વધુ GST કલેક્શન થયું છે.
નાણાં મંત્રાલયે જીએસટી ડેટા બહાર પાડી જણાવ્યું કે, ગત વર્ષે એપ્રિલ-2023ના મુકાબલે આ વર્ષે એપ્રિલ-2023માં 12 ટકા વધુ કલેક્શન થયું છે. 20 એપ્રિલ-2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા, જેમાંથી એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે.
ડેટા મુજબ એપ્રિલમાં કુલ 1,87,035 કરોડ જીએસટી કલેક્શનમાંથી સીજીએસટી (સેન્ટ્રલ) કલેક્શન 38440 કરોડ રૂપિયા, એસજીએસટી (સ્ટેટ) કલેક્શન 47412 કરોડ રૂપિયા, આઈજીએસટી 89158 કરોડ રૂપિયા અને સેસમાં 12.025 કરોડ રૂપિયા કલેક્શન નોંધાયું છે.
Advertisement