નવી દિલ્હી,તા. ૧૨ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના રિચર્નની ઓટોમેટિક સ્ક્રૂટિની થાય તેવું સોફ્ટવેર તૈયાર થઈ ગયું છે જેમાં ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આખી સ્ક્રૂટિની થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
આ સોફટવેર એટલું પારદર્શક છે કે તેમાં સામાન્ય પણ ચૂક થવાથી નાનામાં નાની ચોરી પણ પકડાઈ જાય છે અને તે સરફેસ પર આવે છે. હવે જીએસટીના કરદાતા તેના રિટર્નમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા રાખશે તો તે તરત જ પકડાઈ જશે. આ અંગે નાણાંમંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે આપણે આ સોફ્ટવેરના ઉપયોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનો ઉપોયાગ કર્યો છે. જે દરેકે દરેક પ્રકારની એન્ટ્રીનું એનાલિસિસ કરીને તેને એનાલિટીકલ લેવલે લઈ જઈને સ્ક્રૂટિની કાઢી શકે છે.
આ સોફ્ટવેરને એટલી હદે સરળ બનાવવામાં આવ્યું છે કે તે એન્ટ્રી દરમિયાન થયેલી ભૂલોને પણ તારવી શકે છે અને તે પ્રમાણે ભૂલો સુધારવાનો પણ મોકો આપે છે.
નાણાંમંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે આ સોફ્ટવેરને કારણે હવે જીએસટીની પારદર્શિતા વધશે અને જીએસટી ચોરી નિવારી શકાશે. આ સોફ્ટવેરના ઉપયોગથી જીએસટીના લેવલે થતાં ભ્રષ્ટાચાર પણ ઘટશે. જીએસટીમાં થતી માનવીય ભૂલોને પણ સરળતાથી નિવારી શકાશે.
Advertisement