દેશમાં આજથી 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન દેશનો કોઈપણ નાગરિક કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી અને બદલાવી શકે છે. આ માટે તેને કોઈ આઈડી પ્રૂફની જરૂર પડશે નહીં.
Advertisement
Advertisement
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગયા શુક્રવારે ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈના આ નિર્ણય બાદ વિરોધ પક્ષોએ કેન્દ્રની મોદી સરકારની આકરી ટીકા કરી હતી. આ સાથે જ ભાજપે પણ વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન આરબીઆઈએ અપીલ કરી છે કે લોકોએ ચિંતા ન કરવી જોઈએ અને બેંક જવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. 2000ની નોટ માન્ય છે.
2000 રૂપિયાની નોટ બદલવાની મહત્વની બાબતો-
RBIએ શુક્રવારે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નોટ 23 મેથી એટલે કે આજથી 30 સપ્ટેમ્બર સુધી જમા અથવા બદલી શકાશે. એક સમયે 2000 રૂપિયાની માત્ર 10 નોટ જ બદલી શકાશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું કે લોકોએ ગભરાવું જોઈએ નહીં. 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. લોકો પાસે તેમની 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા અથવા બદલવા માટે પૂરતો સમય છે.
શક્તિકાંત દાસે કહ્યું કે નોટો બદલવા માટે પૂરતી સંખ્યામાં ઓછા મૂલ્યની નોટો છે. SBIએ તેની તમામ શાખાઓને માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે ગ્રાહક પાસેથી કોઈ ફોર્મ કે આઈડી પ્રૂફની જરૂર નથી.
Advertisement