ભારતીય એવા અજય બંગા વર્લ્ડ બેન્કના નવા પ્રમુખ બન્યા છે. આગામી બીજી જૂનથી તેઓ વર્લ્ડ બેન્કનો કાર્યકાળ સંભાળશે. તેઓ અમદાવાદ આઈઆઈએમના સ્ટુડન્ટ હતા તથા માસ્ટર કાર્ડના પૂર્વ CEO પણ કામ કરી ચૂકયા છે. ભારતમાં જન્મેલા અજય બંગા 2007થી અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી તેમણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું હતું એ પછી ભારતમાં નેલ્સેસા અને સિટિ ગ્રૂપ સાથે તેઓ જોડાયા હતા.
Advertisement
Advertisement
તેમણે નેસલે, પેપ્સીકો, પિઝા હટ અને કેએફસી સાથે પણ કામ કર્યું છે.
અર્થશાસ્ત્રમાં તેમની ઊંડી આવડતના કારણે તેમને ભારત સરકારે 2016માં પદ્મશ્રીથી નવાજીત કર્યા હતા. તેઓ વિવિધ વિશ્વની અનેક સરકારો સાથે મળીને સામાજિક જૂથો પર સંશોધનો કર્યા છે. વિશ્વની ટોચની સંસ્થા આઈએમફમાંથી તેઓ પ્રથમ ભારતીય હશે જે વર્લ્ડ બેન્કની ધૂરી સંભાળશે.
તેઓ નેધરલેન્ડની કંપની એક્ઝોરમાં પણ કામ કરી ચૂ્ક્યા છે. એ ઉપરાંત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધરાવતી પાર્ટનરશીપ ફોર સેન્ટ્રલ અમેરિકામાં અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે કામ કરતાં હતા. ભારત અમેરિકાના સંયુક્ત બિઝનેસ કાઉન્સિલ યુએસઆઈબીસીના તેઓ ચેરમેન પણ હતા. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન તરીકે પણ સેવાઓ બજાવી છે.
3 જી મેએ તેઓ બાઈડન એડમિનિસ્ટ્રેશન દ્વારા વર્લ્ડ બેંકના પ્રમુખ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. જે તમામ ભારતીયો માટે ગૌરવપૂર્ણ બાબત છે.
Advertisement