બે હજારની નોટોને સરકારે પાછી લેવા સાથે ઝોમેટોએ એક એડ મૂકી છે જેમાં લખ્યું છે કે અમારા ઓર્ડરમાં 72 ટકાનો ઉછાળો આવ્યો છે અને બીજી તરફ પેટ્રોલ પંપે પણ પેટ્રોલ પૂરાવીને 2000ની નોટ કાઢવાવાળા ઓછા નથી. તા, 19મીથી થયેલી 2000ની નોટની જાહેરાત બાદ બેંકોમાં તો લાઈનો લાગી જ છે પરંતુ અનેક એવી જગ્યાઓ છે જ્યાં વિશેષ ધસારો જોવા મળી રહ્યો છે જેમાં ઝોમેટો, પેટ્રોલ પંપ અને ટૂર ઓપરેટરોને લોકોએ નિશાન બનાવીને તેમને બે હજારની નોટ પરખાવવાના પ્રયત્નો કર્યા છે.
Advertisement
Advertisement
અત્યાર સુધી એવું બન્યું છે કે નોટબંધી પછી રિઅલ એસ્ટેટ અને સોના-ચાંદીના બજારમાં માતબર ખરીદી થઈ હોય પરંતુ જેમની પાસે ઓછી નોટો છે એવા લોકો બેંકમાં જવાને બદલે પેટ્રોલ પંપ, ઝોમેટો અને ટૂરિંગમાં જ 2000ની નોટ વટાવવાનો રસ્તો શોધી રહ્યા છે.
મોટા ભાગે ઝોમેટોમાં લોકો ઓનલાઈન કે યુપીઆઈ પેમેન્ટ વધારે પસંદ કરે છે જેથી તેમને કોઈપણ પ્રકારની તકલીફ ના રહે પરંતુ છેલ્લા ચાર દિવસથી કેશ ઓન ડિલિવરી વધી ગઈ છે.
સામે એવી ફરીયાદો ઊઠી છે કે પાંચસોનું પેટ્રોલ પુરાવવા માટે અમારે 2000ની નોટ લઈને તેના છૂટા આપવા પડે છે. આજે આખો દિવસ બે હજારની નોટો પેટ્રોલ પંપોમાં એટલી હદે આવી છે કે આખરે જાહેરાતના પાટીયા મૂકવા પડ્યા કે અમારે ત્યાં 2000ની નોટ લેવામાં આવતી નથી.
Advertisement