નવી દિલ્હી: એમેઝોનના ઓનર જેફ બેજોસ (Jeff Bezos) હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની જગ્યા લીધી છે. મહત્વપૂર્ણ છે કે બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર ગૌતમ અદાણી નંબર ચાર પર જતા રહ્યા છે કારણ કે તેમની સંપત્તિમાં 872 મિલિયન ડૉલરનો ઘટાડો થયો છે.
Advertisement
Advertisement
ફ્રાંસના બર્નાર્ડ અરનૉલ્ટ પ્રથમ નંબર પર
ફ્રાંસના બર્નાર્ડ અરનૉલ્ટ (Bernard Arnault) 188 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં સૌથી પ્રથમ સ્થાન પર છે. બર્નાર્ડ અરનૉલ્ટ પછી બીજા નંબર પર ટેસ્લાના CEO એલન મસ્ક છે, જેમની કુલ સંપત્તિ 145 બિલિયન ડૉલર છે. ટોપ 10ની યાદીમાં ગૌતમ અદાણી એકમાત્ર ભારતીય છે, તેમની વર્તમાન નેટવર્થ 119 અબજ ડૉલર છે. જેફ બેજોસ જેમણે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે, તેમની કુલ સંપત્તિ 120 બિલિયન ડૉલર છે.
60 વર્ષીય ગૌતમ અદાણી અદાણી ગ્રૂપના સંસ્થાપક છે, જે ભારતમાં સૌથી મોટા પોર્ટના સંચાલક છે. અમદાવાદ સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ ભારતના સૌથી મોટા કોલસાના ઉત્પાદક અને સૌથી મોટા કોલસાના વેપારી પણ છે. ગત વર્ષે 2022 ગૌતમ અદાણી માટે ઘણુ સારૂ રહ્યુ હતુ. ગૌતમ અદાણી ફેબ્રુઆરી 2022માં એશિયાના સૌથી અમીર માણસ બની ગયા હતા, તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને પાછળ છોડ્યા હતા.
ગત વર્ષે 30 ઓગસ્ટે ગૌતમ અદાણી ફ્રાંસના અરનૉલ્ટને પાછળ છોડતા યાદીમાં ટોપ ત્રણમાં સ્થાન મેળવનારા પ્રથમ એશિયન પણ બન્યા હતા. સપ્ટેમ્બરમાં તેમની સંપત્તિ 155 બિલિયન ડૉલરથી વધારે થઇ ગઇ હતી જેનાથી અદાણી વૈશ્વિક અબજપતિઓની રેન્કિંગમાં બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. અદાણીની સંપત્તિ અઢી વર્ષમાં 13 ગણી વધી ગઇ છે. જાન્યુઆરી 2020માં કોવિડ મહામારીની શરૂઆત પહેલા તેમની કુલ સંપત્તિ લગભગ $10 બિલિયન હતી.
મુકેશ અંબાણી હવે 12માં સ્થાન પર
મહત્વપૂર્ણ છે કે મુકેશ અંબાણી હવે 12માં સ્થાન પર ખસકી ગયા છે, તેમની કુલ સંપત્તિ 83.9 અબજ ડૉલર છે. ફેબ્રુઆરી 2022 પહેલા તે એશિયાના સૌથી અમીર વ્યક્તિ હતા અને કેટલાક વર્ષથી તે આ પદ પર બનેલા હતા. જોકે, તે ત્યારે પણ ટોપ-10માં હતા.
Advertisement