નવી દિલ્હી: રોડ અકસ્માત બાદ ભારતીય ક્રિકેટર રિષભ પંત ખતરાની બહાર છે પરંતુ આ મુશ્કેલ સ્થિતિમાં બીસીસીઆઇ પોતાના ખેલાડી સાથે ઉભુ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી રિષભ પંતની હેલ્થ પર અપડેટ આપવામાં આવ્યું છએ. સાથે જ બોર્ડે દરેક સંભવ મદદનો દાવો પણ કર્યો છે.
Advertisement
Advertisement
રિષભ પંત વિકેટ કીપર બેટ્સમેન છે. મેચમાં સતત તેને ઉઠક બેઠક કરવી પડે છે. એવામાં ઘૂંટણમાં ઇજા થતા કરિયર પર ફુલ સ્ટોપ પણ લાગી શકે છે. ભારત માટે 33 ટેસ્ટ મેચમાં 5 સદી અને 11 અડધી સદીની મદદથી 2,271 રન બનાવનાર રિષભ પંતે 30 વન ડે અને 66 ટી-20 મેચ રમી છે. શ્રીલંકા વિરૂદ્ધ 3 જાન્યુઆરીથી શરૂ થનાર ટી-20 અને વન ડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે.
બીસીસીઆઇના સચિવ જય શાહે કહ્યુ, રિષભ પંતના માથા પર બે કટ લાગ્યા છે, તેના જમણા ઘુંટણમાં લિંગામેટ ફાટી ગયુ છે અને જમણા કાંડા પગના અંગુઠામાં ઇજા થઇ છે. રગડાવાને કારણે પીઠ છીલાઇ ગઇ છે, જોકે, તેની સ્થિતિ સ્થિર છે અને તેને હવે મેક્સ હોસ્પિટલ, દહેરાદૂન ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યા તેની ઇજા પર નજર રાખવાની સાથે આગળની સારવાર માટે એમઆરઆઇ સ્કેન કરવામાં આવશે. બીસીસીઆઇ રિષભ પંતના પરિવારના સતત સંપર્કમાં છે જ્યારે મેડિકલ ટીમ રિષભ પંતની સારવાર કરી રહેલા ડૉક્ટર સાથે સતત સંપર્કમાં છે. બોર્ડ આ જોશે કે રિષભ પંતને બેસ્ટ સારવાર મળે અને તેને આ દર્દનાક કિસ્સામાંથી બહાર કાઢવા માટે દરેક શક્ય સહાયતા મળે.
અનફિટ હોવાને કારણે રિષભ પંતને બેંગલુરૂ સ્થિત એનસીએમાં જવા કહેવામાં આવ્યુ હતુ, જ્યા તે પોતાની ફિટનેસ ફરી મેળવી શકે. આ ભારતીય વિકેટકીપર બેટ્સમેને તાજેતરમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દૂર્ઘટનાની વાત કરીએ તો રિષભ પંત પોતાની મર્સિડિઝ કારથી હોમટાઉન રૂડકી જતો હતો પરંતુ દિલ્હી-દહેરાદૂન હાઇવે પર કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી. દિલ્હી નરસન બોર્ડર પર ડિવાઇડર સાથે જ્યારે ગાડી ટકરાઇ ત્યારે રિષભ પંત જ કાર ડ્રાઇવ કરતો હતો, તેને તુરંત હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને હવે આગળની સારવાર માટે દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
Advertisement