સ્પોર્ટ્સ ડેસ્ક: મોહાલીમાં રમાયેલી ત્રણ મેચની સીરિઝની પ્રથમ ટી-20 મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે પરાજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવીને મેચને 4 વિકેટે જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આક્રમક 61 રનની ઇનિંગ રમનારા કેમરૂન ગ્રીનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
હાર્દિક પંડ્યા- કેએલ રાહુલની આક્રમક રમત
ભારત તરફથી હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે અડધી સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ ભારત તરફથી સૌથી વધુ 30 બોલમાં 5 સિક્સર અને 7 ફોરની મદદથી અણનમ 71 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે 3 સિક્સર અને 4 ફોરની મદદથી 55 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 4 સિક્સર અને 2 ફોરની મદદથી 46 રન બનાવ્યા હતા.
Things went right down to the wire but it's Australia who won the first #INDvAUS T20I.#TeamIndia will look to bounce back in the second T20I.
Scorecard ? https://t.co/ZYG17eC71l pic.twitter.com/PvxtKxhpav
— BCCI (@BCCI) September 20, 2022
રોહિત-કોહલી ફ્લોપ
ભારત તરફથી બે સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા ફ્લોપ રહ્યા હતા. રોહિત શર્મા 11 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વિરાટ કોહલી માત્ર 2 રન જ બનાવી શક્યો હતો. દિનેશ કાર્તિક પણ 6 રન બનાવીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે જીતી મેચ
ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને 30 બોલમાં 4 સિક્સર અને 8 ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. જ્યારે મેથ્યૂ વેડે 21 બોલમાં 2 સિક્સર અને 6 ફોરની મદદથી અણનમ 45 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 3 જ્યારે ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી.
Advertisement