આણંદ: તહેવારોની સીઝન વચ્ચે લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ દૂધે ચુપચાપ દૂધના ભાવમાં 2 રૂપિયા વધારી દીધા છે. નવી કિંમત આજથી લાગુ થઇ ગઇ છે. આ પહેલા અમૂલ દૂધના ભાવમાં 17 ઓગસ્ટે પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહી થાય. અન્ય રાજ્યમાં જ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
अमूल ने गुजरात को छोड़कर सभी राज्यों में फुल क्रीम दूध और भैंस के दूध की कीमतों में 2 रुपये प्रति लीटर की बढ़ोतरी की है: आरएस सोढ़ी, एमडी, गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन लिमिटेड
— ANI_HindiNews (@AHindinews) October 15, 2022
બજારમાં ફુલ ક્રીમ દૂધ 2 રૂપિયા મોંઘુ થઇ ગયુ છે અને નવા ભાવ 61 રૂપિયાથી વધીને 63 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોચી ગયા છે. આ રીતે અડધા લીટર દૂધની કિંમત વધારા બાદ હવે 32 રૂપિયા થઇ ગઇ છે.
આ પહેલા પણ અમૂલ દૂધે 17 ઓગસ્ટથી પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવા રેટ અનુસાર અમૂલ ગોલ્ડ 64 રૂપિયા પ્રતિ લીટર અને અમૂલ તાજા 52 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર મળી રહ્યુ હતુ.
મોંઘા ચારાથી દૂધના ભાવ વધ્યા
દૂઘ મોંઘુ થવાનું મુખ્ય કારણ પશુઓનો ચારો મોંઘો થવો છે. સપ્ટેમ્બર મહિનામાં ચારાની મોંઘવારી દર 25.23 ટકા રહી છે. જે ગત વર્ષે આ મહિનામાં 20.57 ટકા હતી. ઓગસ્ટ મહિનામાં ચારાની મોંઘવારી દર 25.54 ટકાના સ્તર પર પહોચી ગઇ હતી જે 9 વર્ષના ઉચ્ચસ્તર પર હતુ.
મધર ડેરીએ પણ વધાર્યા હતા ભાવ
આ પહેલા અમૂલ અને મધર ડેરીએ ઓગસ્ટમાં દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. દૂધનો ભારતીય પરિવારમાં વધારે ઉપયોગ થાય છે માટે કિંમતમાં આ વધારો લોકોના બજેટને પ્રભાવિત કરશે.
Advertisement