મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. પેરેન્ટ્સ બનીને આલિયા અને રણવીરની ખુશીનું ઠેકાણુ નથી. બોલિવૂડના મોસ્ટ લવિંગ કપલ પેરેન્ટ ક્લબમાં સામેલ થઇ ગયા છે. દરેક કોઇ આલિયા-રણવીરને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આલિયા અને રણવીરે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરીને એક બીજાનો હાથ પકડ્યો હતો.
Advertisement
Advertisement
સેલેબ્સ-ફેન્સ આપી રહ્યા છે શુભકામનાઓ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને આ પ્રસંગે સેલેબ્સ અને ફેન્સ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તમામ કપલે નાની બેબીને પ્રેમ આપી રહ્યા છે. રણબીર-આલિયાની બેબીના જન્મથી કપૂર અને ભટ્ટ પરિવારની સાથે આખુ બોલિવૂડ ખુશી મનાવી રહ્યુ છે.
View this post on Instagram
આલિયા-રણબીરે કર્યા હતા ડ્રીમ વેડિંગ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલમાં પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઇન્ટીમેટ વેડિંગ કર્યા હતા. આલિયા અને રણબીરના લગ્ન કોઇ ડ્રીમ વેડિંગથી ઓછા નહતા. બન્નેએ પોતાના ઘરમાં સાત ફેરા લઇને હંમેશા માટે એક બીજાનો હાથ પકડ્યો હતો.
Advertisement