બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર દર વર્ષે 5-6 ફિલ્મ લઇને આવે છે. અક્ષય કુમારની બેક ટૂ બેક ફિલ્મ રીલિઝ કરવાનો અંદાજ ફેન્સને પસંદ આવે છે. અક્ષય કુમારની કેટલાક સમય પહેલા રક્ષાબંધન ફિલ્મ રીલિઝ થઇ હતી. હવે તે થ્રિલર-સસ્પેન્સ કઠપુતલી ઓટીટી પ્લેટફૉર્મ પર લઇને આવ્યો છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં એક પોલીસ કર્મીના રોલમાં છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રીલિઝ થઇ છે. ફિલ્મનું પોસ્ટર શેર કરીને અક્ષય કુમારે રીલિઝની જાણકારી આપી છે.
Advertisement
Advertisement
ફિલ્મનું પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે લખ્યું- ‘ક્યારેક હત્યારાને પકડવા માટે હત્યારાની જેમ વિચારવું પડે છે. મારી સાથે કસૌલીના સિરિયલ કિલરના મનમાં પ્રવેશ કરો. કઠપૂતળી હવે છૂટી છે. કઠપૂતળીમાં અક્ષયની સાથે રકુલ પ્રીત સિંહ, સરગુન મહેતા સહિતના ઘણા પાત્રો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે.
Advertisement