સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 255 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખવાજા સદી ફટકારીને104 રને બેટિંગમાં છે. બીજા છેડે કેમરન ગ્રીન તેની અડધી સદીથી 1 રન દૂર અંગત 49 રને ક્રીઝ પર છે.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખવાજાએ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. આર અશ્વિનની બોલિંગમાં ટ્રેવિસ હેડ અંગત 32 રને રવિન્દ્ર જાડેજાના હાથે કેચઆઉટ થતાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. તે સમયે ઓસિનો સ્કોર 61 રન હતો. તે પછી રમતમાં આવેલ માર્નસ લાબુશ્ચગ્ને અંગત 3 રને મોહમ્મદ શમીની બોલિંગમાં બોલ્ડ થતાં કુલ 72 રને ઓસિની બીજી વિકેટ પડી હતી.
જોકે, તે પછી રમતમાં આવેલા સ્ટીવન સ્મિથ અને હેડ વચ્ચે 79 રનની ભાગીદારી નોંધાઈ હતી. તે બન્નેએ ટીમના સ્કોરને 150 પર પહોંચાડ્યો હતો. ઓસિના કુલ 151ના સ્કોરે રને સ્મિથ અંગત 38 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થતાં ઓસિએ ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારપછી રમતમાં આવેલ પીટર હેન્ડ્સકોમ્બ પણ વધુ યોગદાનઆપી શક્યો ન હતો. હેન્ડ્સકોમ્બ અંગત 17 રને શમીની બોલિંગમાં બોલ્ડ થતાં ઓસ્ટ્રેલિયાએ તેની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, તે પછી ઓસિની એક પણ વિકેટ પડી ન હતી અને ખવાજા તથા ગ્રીને ભારતીય બોલરોનો મક્કમપણે સામનો કરીને સ્કોરને પહેલા તો 200 રનઅને તે પછી 250 રનને પાર પહોંચાડ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 65 રનઆપીને ઓસિની બે વિકેટ ઝડપી હતી. જ્યારે આર અશ્વિને 57 રન આપીને એક તથા રવિન્દ્ર જાડેજાએ 49 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
Advertisement