નવી દિલ્હી: દેશમાં સ્ટાર્ટઅપ કંપનીને ખરીદવા માટે મોટી કંપનીમાં રેસ લાગી છે. ટાટા ગ્રુપ (Tata Group),અંબાણી ગ્રુપ (Ambani Group) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ તાજેતરના દિવસોમાં કેટલીક સ્ટાર્ટઅપ કંપનીને ખરીદી છે. હવે આ રેસમાં FMCG કંપની ITC પણ કુદી ગઇ છે. કંપનીએ ડાયરેક્ટ ટુ કસ્ટમર સ્ટાર્ટઅપ સ્પ્રાઉટલાઇફ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ (Sproutlife Foods Private Limited)માં પુરી ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ITCનું કહેવુ છે કે અધિગ્રહણની પ્રક્રિયા ત્રણથી ચાર વર્ષમાં પુરી થશે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગ આ જાણકારી આપી છે. સ્પ્રાઉટલાઇફ ‘યોગા બાર’ ટ્રેડ નામ સાથે ફૂડ આઇટમ્સ બનાવે છે અને તેનું માર્કેટિંગ કરે છે.
ગત નાણાકીય વર્ષમાં યોગા બારનું ટર્ન ઓવર 68 કરોડ રૂપિયા રહ્યુ હતુ. તેનો વધુ ભાર ઓનલાઇન સેલ્સ પર છે પરંતુ સાથે જ કંપની ફિઝિકલ સ્ટોર્સની સંખ્યા પણ વધારી રહી છે. આઇટીસીએ પ્રથમ તબક્કામાં આ કંપનીમાં 30.4 ટકા ભાગીદારી 175 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 31 માર્ચ, 2025માં 80 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેનાથી કંપનીમાં આઇટીસીની ભાગીદારી વધીને 47.5 ટકા પહોચી જશે. બાકી શેરની ખરીદી પહેલા નક્કી કરેલી વેલ્યૂની શરતો અનુસાર કરાશે. આઇટીસીનું કહેવુ છે કે તે ઝડપથી વધી રહેલા ન્યૂટ્રિશન લેડ હેલ્ધી ફૂડ સેક્ટરમાં પોતાની હાજરી વધારી રહી છે.
Advertisement