નવી દિલ્હી: એશિયાના સૌથી મોટા સ્લમ એરિયાના રિડેવલપમેન્ટ માટે અદાણી ગ્રુપ સહિત ત્રણ મુખ્ય રિયલ એસ્ટેટ કંપનીઓએ 20,000 કરોડ રૂપિયા માટે બોલી લગાવી છે. આ રેસમાં અદાણી ગ્રુપ, દિલ્હી સ્થિત DLF ગ્રુપ અને નમન ગ્રુપ સામેલ છે. આ બોલીથી એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીને બદલાવની આશા છે.
Advertisement
Advertisement
ધારાવી રિડેવલપમેન્ટના મુખ્ય કાર્યકારી અધિકારી એસવીઆર શ્રીનિવાસે કહ્યુ કે 2016ની તુલનામાં જ્યારે પાંચ એક્સટેન્શન છતા કોઇ બોલી મળી નહતી અને 2018માં જ્યારે માત્ર બે મળી હતી. સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવા માટે નિયમ અને શરતોમાં બદલાવ બાદ પરિયોજનામાં ત્રણ બોલી મળી છે.
જોકે, દક્ષિણ કોરિયા અને યૂએઇમાં ફર્મો સહિત આઠ કંપનીઓએ 11 ઓક્ટોબરે પ્રી-બિડ મીટિંગમાં ભાગ લીધો હતો પરંતુ મંગળવારે અંતિમ દિવસે માત્ર ત્રણ બોલી મળી છે. હજુ સુધી તેની જાણકારી નથી કે આ ત્રણેય કંપનીઓ ટેકનિકલ ભાગીદાર છે કે નથી. જ્યારે ધારાવી ટેન્ડરની શરત માત્ર બે ભાગીદાર, ઉચ્ચ નાણાકીય નેટવર્ક સાથે લીડ પાર્ટનર અને નિર્માણ અનુભવ સાથે એક ટેકનિકલ ભાગીદારને એક કંસોર્ટિયમમાં પરવાનગી આપે છે.
આ પણ વાંચો: Elon Muskએ Twitterના 4000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નોટિસ વગર જ હાંકી કાઢ્યા: રિપોર્ટ
શ્રીનિવાસને કહ્યુ કે અમે પહેલા ત્રણ બોલી લગાવનારાઓનું ટેકનિકલ મૂલ્યાંકન કરીશુ અને પછી નાણાકીય બોલી ખોલવામાં આવશે. સૌથી વધુ બોલી લગાવનારાને ત્યારે 80 ટકા ઇક્વિટી સાથે એક સ્પેશ્યલ પ્રપોઝ વેહિકલ (SPV) કંપની બનાવવી પડશે અને સરકાર કંપનીામં 20 ટકા ભાગીદારી સાથે 100 કરોડ રૂપિયા લાગશે. એસપીવીને ત્યારે પોતાનો માસ્ટર પ્લાન રજૂ કરવો પડશે.
અદાણી ગ્રુપની રિયલ એસ્ટેટ શાખા અદાણી રિયલ્ટી લગભગ 12 વર્ષ જૂની છે અને આક્રમક રીતે મુંબઇમાં વિસ્તાર કરી રહી છે. વર્તમાનમાં તેની પાસે અમદાવાદમાં પાંચ, જગતપુરમાં બે, ગુરૂગ્રામમાં ત્રણ અને પૂણેમાં એક નિર્માણાધીન પરિયોજનાઓ છે.
બીજી તરફ DLF ગ્રુપ ઉત્તર ભારતના મુખ્ય ડેવલપર્સમાંથી એક છે અને 15 રાજ્ય અને 24 શહેરોમાં સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીમાંથી એક છે. આ સિવાય જયેશ શાહની નમન ગ્રુપ 1993થી રિયલ્ટી બિઝનેસમાં છે અને તેને કેટલાક ઘર અને વાણિજ્યિક પરિયોજનાઓને પુરી કરી છે.
Advertisement