ગાંધીનગર: અદાણી CNG ગેસના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા રૂપિયા 83.90 રૂપિયામાં ગેસ મળતો હતો હવે વધીને રૂપિયા 86.90 રૂપિયા ભાવ થઇ ગયો છે. ગેસના ભાવમાં વધારો થતા જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર વાગ્યો છે.
Advertisement
Advertisement
ડીઝલના ભાવ માત્ર CNG ગેસથી 6 રૂપિયા વધાર
અમદાવાદમાં CNGના ભાવ હવે ડીઝલના ભાવની એકદમ નજીક પહોચી ગયા છે. અમદાવાદમાં ડીઝલના ભાવ લીટરે 92.52 રૂપિયા છે. ડીઝલના ભાવમાં પણ આજે 0.56 પૈસાનો વધારો થયો છે. દરરોજ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો-ઘટાડો થતો રહે છે, જેને કારણે અલગ અલગ શહેરમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પણ વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.
અમદાવાદમાં કેટલો છે પેટ્રોલનો ભાવ
અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં આજે 0.55 પૈસાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં લીટરે પેટ્રોલનો ભાવ 96.77 રૂપિયા છે. પેટ્રોલ કરતા CNGનો ભાવ માત્ર 10 રૂપિયા જ ઓછો છે.
નેચરલ ગેસના ભાવમાં વધારો થતા CNGના ભાવ વધ્યા
વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં વધારો થતાં શુક્રવારે કુદરતી ગેસના ભાવમાં રેકોર્ડ 40 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવાના દરને વર્તમાન $6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MBTU)થી વધારીને $8.57 કરવામાં આવ્યો છે. આ દરે જ દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચવામાં આવશે.
Advertisement