સ્પૉર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ઓસ્ટ્રેલિયા માટે રેકોર્ડ 76 T20 મેચમાં કેપ્ટન્સી કરી ચુકેલા બેટ્સમેન એરોન ફિન્ચે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. એરોન ફિન્ચે 2021માં ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીતાડ્યો હતો.
Advertisement
Advertisement
એરોન ફિન્ચ 2015માં 50 ઓવર વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો, તેણે પોતાની કરિયરમાં કુલ 5 ટેસ્ટ મેચ રમી છે. ફિન્ચની આંતરરાષ્ટ્રીય કરિયર 12 વર્ષની રહી છે.
ફિંચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક સમ્મેલનમાં કહ્યુ, “આ અનુભવ કરી રહ્યો છું કે હું 2024માં આગામી ટી-20 વર્લ્ડકપ સુધી નહી રમુ, હવે સંન્યાસ લેવા અને ટીમ માટે તેની માટે યોજના બનાવવા અને નિર્માણ કરવા સમય આપવો યોગ્ય સમય છે.”
ગત વર્ષે ઓક્ટોબરમાં એરોન ફિન્ચે T20 પર ફોકસ કરવા માટે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે બાદ પેટ કમિન્સને આગામી કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો.
ફિંચે IPLમાં પણ 92 મેચ રમી છે જેમાંથી 25ની એવરેજથી 2091 રન બનાવ્યા છે. ફિંચે 2012થી આઇપીએલ રમવાનું શરૂ કરી દીધુ હતુ અને તે કુલ 11 એડિશ રમ્યો હતો. ફિંચ IPLમાં 8 અલગ અલગ ટીમનો ભાગ રહી ચુક્યો છે.
Advertisement