સ્પોર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતે સુપર-12 સ્ટેજમાં પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારત પોતાના ગ્રુપની ટોપર બની ગઇ છે અને તેનો સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મુકાબલો નક્કી થઇ ગયો છે. ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીતવાથી હવે બે પગલા જ દૂર છે.
Advertisement
Advertisement
સૂર્યકુમાર યાદવની આક્રમક રમત
સૂર્યકુમાર યાદવે ભારત તરફથી સૌથી વધુ 25 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે આ દરમિયાન 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે કેએલ રાહુલે 51 રન બનાવ્યા હતા જેમાં 3 ફોર અને 3 સિક્સર સામેલ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 3 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 સફળતા મળી હતી.
સેમિ ફાઇનલમાં પહોચી આ ટીમ
ગ્રુપ-1: ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ
ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન
પ્રથમ સેમિ ફાઇનલ- ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બર, સિડની (બપોરે 1.30 કલાકે)
બીજી સેમિ ફાઇનલ- ભારત વર્સિસ ઇંગ્લેન્ડ- 10 નવેમ્બર, એડિલેડ (બપોરે 1.30 કલાકે)
Advertisement