સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. બોર્ડે એક નવી પોલિસી લાગુ કરતા હવે મેચ ફી તરીકે મહિલા અને પુરૂષ વચ્ચેના ભેદભાવને જ ખતમ કરી નાખ્યો છે. બીસીસીઆઇએ કહ્યુ કે હવેથી મહિલા અને પુરૂષને બરાબર મેચ ફી મળશે. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આપી છે.
Advertisement
Advertisement
જય શાહે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. જય શાહે કહ્યુ કે આ જણાવતા ખુશી થઇ રહી છે કે બીસીસીઆઇએ આ ભેદભાવને દૂર કરવા માટે મોટુ પગલુ ભર્યુ છે. અમે પોતાની કોન્ટ્રાક્ટ મહિલા ક્રિકેટર્સ માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ.
આ રીતે મળશે મહિલા ક્રિકેટર્સને ફી
બીસીસીઆઇના સચિવે કહ્યુ કે અમે હવે લૈગિક સમાનતાના એક નવા યુગમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. એવામાં આ પોલિસી હેઠળ હવેથી મહિલા અને પુરૂષ બન્ને માટે સમાન મેચ ફી રહેશે, તેમણે જણાવ્યુ કે હવેથી મહિલાઓને પણ પુરૂષ સમાન જ મેચ ફી મળશે. ટેસ્ટ ક્રિકેટમાં એક મેચ માટે 15 લાખ રૂપિયા મળે છે. જ્યારે વન ડે મેચમાં મેન્સને એક મેચના 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.
બીસીસીઆઇ સચિવ જય શાહે જણાવ્યુ કે મેન્સને ટી-20 ક્રિકેટમાં એક મેચ રમવા માટે 3 લાખ રૂપિયા મળે છે. હવે આ ફી મહિલા ક્રિકેટર્સને મળશે.
Advertisement