મુંબઇ: કેટલીક ફિલ્મમાં કામ કરી ચુકેલા અને ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’થી જાણીતા બનેલા એક્ટર અરમાન કોહલીને ડ્રગ્સ કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા છે. અરમાનની ગત વર્ષે 28 ઓગસ્ટે ડ્રગ્સના ઉપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે ત્યારથી જેલમાં હતો. કેટલીક વખત જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હવે ફાઇનલી અરમાન કોહલીને જામીન મળી ગયા છે.
Advertisement
Advertisement
અરમાન પાસેથી મળ્યુ હતુ કોકીન
જે સમયે અરમાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે નશાની હાલતમાં હતો અને તેની પાસેથી 1.2 ગ્રામ કોકીન મળ્યુ હતુ. NCB આ કેસમાં એનડીપીએસ કોર્ટે કેટલીક વખત અરમાન કોહલીની જામીન અરજીને ફગાવી દીધઈ હતી. હવે હાઇકોર્ટે એક લાખ રૂપિયાના બૉન્ડ પર અરમાન કોહલીને જામીન આપી દીધા છે. માનવામાં આવી રહ્યુ છે કે તે જલ્દી જેલની બહાર આવી શકે છે.
નશાની હાલતમાં મળ્યો હતો અરમાન
મહત્વપૂર્ણ છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અરમાન કોહલીના ઘરે રેડ કરી હતી. અહી ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્સના ડ્રગ્સ મળ્યા હતા અને અરમાન કોહલી પણ ખુદ નશાની હાલતમાં હતો. તે બાદ એનસીબીએ એનડીપીએસ એક્ટની કલમ 21 (એ), 27 (એ), 28,29,30 અને 35ની કલમમાં અરમાનની ધરપકડ કરી હતી.
પહેલા પણ જેલમાં જઇ ચુક્યો છે અરમાન કોહલી
અરમાન કોહલીનો વિવાદ સાથે સબંધ રહ્યો છે. જ્યારે તે ટીવી રિયાલિટી શો બિગ બોસ 7માં આવ્યો હતો ત્યારે સોફિયા હયાતે તેમની પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. તે બાદ અરમાનને બિગ બોસના ઘરમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં આ કેસમાં અરમાનને જામીન મળ્યા હતા.
અરમાન કોહલી બોલિવૂડમાં ‘જાની દુશ્મન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મમાં જોવા મળી ચુક્યો છે.
Advertisement