નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના સૌથી અમીર માણસ બની ગયા છે. ગૌતમ અદાણી કરતા હવે એલન મસ્ક જ આગળ છે. અદાણીએ બેનોર્ડ અરનૉલ્ટ અને એમેઝોનના જેફ બેઝોસને કમાણી મામલે પાછળ છોડી દીધા છે.
Advertisement
Advertisement
ગૌતમ અદાણી 12.37 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથએ ફૉર્બ્સની યાદીમાં ફ્રાંસના બિઝનેસમેન બેનાર્ડ અરનૉલ્ટને પછાડીને બીજા નંબર પર પહોચી ગયા છે. ફૉર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર લિસ્ટ અનુસાર, એલન મસ્ક વિશ્વના સૌથી અમીર માણસ છે. બીજા સ્થાન પર અદાણી અરનૉલ્ટના અને એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસથી આગળ છે.
ટોપ 10 યાદીમાં અંબાણી પણ સામેલ
ટોપ 10 સૌથી અમીર અબજપતિઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીને પણ જગ્યા મળી છે અને તે અદાણી પછી આ યાદીમાં સામેલ થનારા બીજા ભારતીય છે. અન્ય અબજપતિઓમાં બિલ ગેટ્સ, લેરી એલિસન, વોરેન બફેટ, લેરી પેજ અને સર્ગેઇ બ્રિન સામેલ છે.
Advertisement